ટીમ ઇન્ડિયાની વોર્મ અપ મેચમાં શાસ્ત્રીની ગેરહાજરી

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના કોચિંગ સ્ટાફને લઇ શંકાસ્પદ સ્થિતિ બનેલી છે. ભારત ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ માટે શ્રીલંકામાં છે પરંતુ કોચિંગ સ્ટાફને લઇ અત્યાર સુધીની સ્થિતિ જેમની તેમ બનેલી છે. મજાની વાત એ છે કે ટીમના ડાયરેક્ટર પણ વોર્મ અપ મેચ પછી શ્રીલંકા પહોંચશે.  જો કે રવિશાસ્ત્રી એશિઝ પ્રચારકની ટીવી એક્સપર્ટની ભૂમિકા માટે કરારબદ્ધ હોવાના કારણે ત્યાં જવાનો છે. નોંધનીય છે કે તેના કારણે તે ઝિમ્બાબ્વે પ્રવાસમાં પણ ટીમ ઇન્ડિયા સાથે જોડાઇ શક્યો ન હતો.આ ઉપરાંત ટીમ ઇન્ડિયાના ત્રણ મદદનીશ કોચની સ્થિતિ પણ એવી છે. બોલિંગ કોચ બી અરુણ, ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર અને બેટિંગ કોચ સંજય બાંગડને જૂનમાં બાંગ્લાદેશ પ્રવાસ વખતે કહેવામાં આવ્યું હતું કે તેમની સેવાઓનો વિસ્તાર કરાશે પરંતુ ત્યારે ઝિમ્બાબ્વે પ્રવાસ પૂરો થઇ ગયો છે અને ટીમ શ્રીલંકા પહોંચી ગઇ છે પણ હજી સુધી તેમનો કોન્ટ્રેક્ટ આગળ લંબાવાયો નથી. જાણવા મળ્યું છે કે બીસીસીઆઇએ શાસ્ત્રી અને ત્રણ મદદનીશ કોચની નિમણુંુક હજી રોકી રાખી છે કેમ કે કેટલાક વિદેશી ખેલાડીઓને કોચ બનાવવાનો વિચાર ચાલી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સપ્ટેમ્બરમાં સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વી વી એસ લક્ષ્મણની સલાહકાર કમિટી કોચિંગ સ્ટાફની નિમણુંક માટે ઇન્ટરવ્યૂ કરશે.પાંચ બોલરો પર જુગારઃ વિરાટ કોહલીની આ રણનીતિભારતીય ક્રિકેટમાં નવા ફેરફારો થઇ રહ્યા છે. નવા ટેસ્ટ-કેપ્ટન વિરાટ કોહલીએ ટીમની રણનીતિને નવી દિશા આપવાનો નિર્ણય લીધો છે. ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની થોડો ઘણો ફેરફાર કરવાનો મત ધરાવતો હતો. પરંતુ વિરાટ કોહલીનો અભિગમ આક્રમક છે. એથી પ્લેઇંગ ઇલેવનમાં કેટલા બોલરોનો સમાવેશ કરવામાં આવશે એની ચર્ચાઓ થઇ રહી છે. ચાર બોલર અને સાત બેટ્સમેન એવી રણનીતિ ધોની સામાન્ય રીતે અપનાવતો હતો.જો કે ફાસ્ટ બોલરોને બદલે એનો મુખ્ય આધાર પ્રવીણકુમાર અને ભુવનેશ્વર કુમાર જેવા મિડિયમ પેસરો જ હતા. ઉમેશ યાદવ અને વરૃણ એરોન જેવા ફાસ્ટ બોલરોને પણ તે એકસરખી લાઇન એન્ડ લેન્થથી બોલિંગ નાંખવા માટે જણાવતો. વળી રનની ગતિને રોકવા રવિન્દ્ર જાડેજાનો ઉપયોગ કરતો. કોહલીનો અભિગમ તેનાથી અલગ છે. તે પાંચ બોલરોને રમાડવા લાગે છે. વળી શ્રીલંકા જતા પહેલા આયોજિત પ્રેસ-કોન્ફરન્સમાં તેણે આ વાત સ્પષ્ટ રીતે કહી હતી. યાદવ અને એરોનની ઝડપ તેમ જ રવિચંદ્રન અશ્વિન અને હરભજન બેટિંગ ક્ષમતા પર તેને વિશ્વાસ છે.
 

You might also like