ટીમમાં રોહિત શર્માને સ્થાનઃ ચેતેશ્વર અંગે પ્રશ્નાર્થ

મુંબઈ : ભારતની ક્રિકેટ ટીમ શ્રીલંકામાં ત્રણ ટેસ્ટની શ્રેણી રમવા માટે કોલંબો પહોંચી ગઇ છે અને તા. ૧૨ ઓગસ્ટથી પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. તે સમયે ટેસ્ટ મેચનો કેપ્ટન તરીકે રેગ્યુલર બનેલા વિરાટ કોહલીના આગામી ગેઇમ પ્લાનમાં સૌરાષ્ટ્રના ક્રિકેટર તથા ટીમ ઇન્ડિયા માટે ધ વોલ બનવા જઇ રહેલા ચેતેશ્વર પૂજારાને સ્થાન હશે કે કેમ તે અંગે કોહલીના વિધાનોથી પ્રશ્ન ઊઠ્યો છે. કોહલીએ ગઇકાલે શ્રીલંકા રવાના થતાં પહેલાં એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, તે પોતાના આક્રમક વલણને યથાવત રાખશે. પ્રથમ વખત રેગ્યુલર અને એકથી વધુ ટેસ્ટની શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહેલ વિરાટ કોહલીએ પેશેન સામે આક્રમકતાને પસંદ કરી હોવાનો મત પરંતુ ચેતેશ્વરને તક ન મળે તો ટીમ ઇન્ડિયાને જ સહન કરવું પડે તેવી સ્થિતિ છે.

વાસ્તવમાં વિરાટ કોહલી પ્રથમ વખત એકથી વધુ ટેસ્ટ શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે અને ભવિષ્યનો વન-ડે તથા ટી-૨૦ ટીમનો પણ કેપ્ટન પણ બની શકે છે. વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે જે ગેઇમ પ્લાન અપનાવ્યો હતો તે મુજબ ટીમમાં પાંચ બોલરો સાથે મેદાનમાં ઉતરવા તૈયારી કરી રહ્યો છે. કોહલીએ કહ્યું કે, ટેસ્ટ જિતવાનો આ એક માત્ર કામિયાબ વ્યૂહ છે કે તમે વિપક્ષને બંને દાવમાં ઓલઆઉટ કરો મતલબ કે ટીમે ૨૦ વિકેટ લેવી જરૂરી બનશે. કોહલીના આ ગેઇમ પ્લાનમાં આર. અશ્વિન એક ઓલરાઉન્ડર છે, જ્યારે ભુવનેશ્વર અને હરભજન સિંઘનો પણ ટીમમાં સમાવેશ થશે, પરંતુ કોહલીએ આશ્ચર્ય સાથે કહ્યું કે, રોહિત શર્માને તે નંબર ત્રણ પર રમાડવાનો ઇરાદો ધરાવે છે.

તે માને છે કે રોહિત મોટી ઇનિંગ્સ રમવા માટે યોગ્ય છે, એટલું જ નહીં તે ઝડપથી રન બનાવી શકે છે, અને તેથી તે ઝડપી રન બનાવીને ટીમના બાકીના બેટિંગ ઓર્ડર પર દબાણ હટાવીને મોટો સ્કોર ઊભો કરી શકે એટલું જ નહીં વિપક્ષની ટીમને આઉટ કરવા માટે ભારતીય ટીમને વધુ સારો સમય મળી શકે. કોહલીના આ ગેઇમ પ્લાનમાં ઓપનિંગમાં ત્રણ વિકલ્પ છે. જેમાં મુરલી વિજય, શિખર ધવન અને લોકેશ રાહુલમાંથી કોઇપણ બે ઓપનિંગમાં હશે, જ્યારે ટોપ ઓર્ડરમાં નંબર ત્રણ પર રાહુલ શર્મા, ચાર નંબર પર ખુદ વિરાટ કોહલી અને નંબર પાંચ પર ચેતેશ્વર અથવા અજિંક્યા રહાણેને સમાવી શકે છે.

ચેતેશ્વર સામાન્ય રીતે નંબર ત્રણ પર રમવા માટે ટેવાયેલો છે, અને અજિંકય રહાણે નંબર પાંચ પર બેટિંગ કરે છે. રહાણેને જે રીતે હાલમાં ટીમમાં પ્રમોટ કરાયો છે, તે જોતાં નંબર પાંચ પર તેનું સ્થાન નિશ્ચિત છે. નંબર છ પર વિકેટકીપર વી. સહા આવી શકે છે. જ્યારે બાકીના ચારમાં બોલર હશે. આ વિરાટ કોહલીના ગેઇમ પ્લાનમાં ચેતેશ્વરનો ક્યાં સમાવેશ થશે તે પ્રશ્ન છે. વાસ્તવમાં બાંગ્લાદેશ સામેના એકમાત્ર ટેસ્ટમાં પણ ચેતેશ્વર  પૂજારાની બાદબાકી કરાઇ હતી. ટેસ્ટ મેચનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી રોહિત શર્મા કરતા ચેતેશ્વર એક નિવડેલો ખેલાડી છે અને તે કાબેલિયત પણ ધરાવે છે, તેમ છતાં તેની બાદબાકીએ નવો પ્રશ્ન સર્જયો છે.

You might also like