ટીમની વિકેટ પડી નવ, બોલર્સે ઝડપી ૧૨ વિકેટ!

નવી દિલ્હીઃ પાકિસ્તાન એ અને ઇંગ્લેન્ડ ઈલેવન વચ્ચે બે દિવસીય મેચ રમાઈ, જેમાં બંને ટીમે એકસરખું પ્રદર્શન કર્યું, પરંતુ એ મેચમાં એક એવો આંકડો જોવા મળ્યો, જેનાથી તમને આશ્ચર્ય થશે. અસલમાં એ મેચમાં પાકિસ્તાન એ ટીમે પહેલાં બેટિંગ કરતા નવ વિકેટે ૧૯૨ રન બનાવ્યા, પરંતુ એ મુકાબલામાં દિલચસ્પ વાત એ રહી કે ઈંગ્લેન્ડ ઈલેવનના બોલર્સે મળીને પાકિસ્તાનની ટીમની ૧૨ વિકેટ ઝડપી.ચોંકી ગયાને… તમે એવું વિચારતા હશો કે આવું કેવી રીતે બની શકે? આ કોઈ ભૂલ નહોતી, બલકે એ મુકાબલામાં ખરેખર એવું બન્યું હતું. એ મેચ શરૂ થતા પહેલાં બંને ટીમ એક આખો દિવસ ફિલ્ડમાં રહેવા માટે તૈયાર થઈ હતી, જેમાં આઉટ થયા બાદ પણ બેટ્સમેન ફરીથી મેદાન પર રમવા માટે ઊતર્યા. પાકિસ્તાન એ ટીમ તરફથી ખુર્રમ મન્ઝૂર, અલી અસદ અને ઉસ્માન સલાઉદ્દીને બે વાર બેટિંગ કરી, પરંતુ ઈંગ્લેન્ડ ઈલેવનના બોલર સ્ટીન ફિને પાકિસ્તાની બેટ્સમેનો પર લગામ કસી રાખી. ફિને પોતાના બોલિંગ સ્પેલમાં સુંદર બોલિંગનું પ્રદર્શન કરતાં ૧૫ ઓવરમાં આઠ મેઇડન ઓવર સાથે ૧૬ રન આપીને ચાર વિકેટ ઝડપી. પાકિસ્તાન એ ટીમના આઉટ થયા બાદ ઈંગ્લેન્ડ ઈલેવને બેટિંગ કરતા નવ વિકેટે ૧૯૮ રન બનાવ્યા, પરંતુ અંતે મેચ ડ્રો જાહેર કરવામાં આવી.
You might also like