ટાઇપ 1 ડાયાબિસીટ ધરાવતી ગુજરાતી યુવતીએ સર કર્યું વ્હાઇટ માઉન્ટેઇન્સ 

અમદાવાદ: મન હોય તો માળવે જવાય તે કહેવતને સાર્થક કરતી ગુજરાતની એક સાહસિક યુવતીએ ‘ટાઇપ-1 ડાયાબિટીસ યુથ ચેલેન્જ-વ્હાઇટ માઉન્ટેઇન્સ, ક્રેટ’ને સફળતાપૂર્વક પાર પાડી છે. મૈત્રી પંચોલી નામની આ યુવતી એકમાત્ર ભારતીય હતી જેણે ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતાં 11 ટીનેજર્સ અને યુવાનોની ટીમમાં આ પડકારજનક ટ્રેકમાં ભાગ લીધો હતો. 

20 વર્ષની મૈત્રી પંચોલી અમદાવાદની પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીની છે. મૈત્રીએ ડાયાબિટીસ ટાઇપ 1 સાથે જીવતાં 11 ટીનેજર સાથે 25 ઓગષ્ટથી 28મી ઓગષ્ટ દરમિયાન 2080 મીટર ઉંચાઇનો ક્રેટેમાં આવેલો માઉન્ટ ગિન્ગીલોસનું ટ્રેકિંગ કર્યું હતું. 15 થી 20 વર્ષ સુધીની ઉંમરના 11 સ્પર્ધકો બ્રાઝિલ, કેનેડા, ભારત અને 8 યુરોપના દેશમાંથી આવ્યા હતા. આ તમામે તે વાત સાબિત કરી દેખાડી છે કે, તેમની પરિસ્થિતિ તેમનાં લક્ષ્યાંક અને મહત્વકાંક્ષાને આડે અડચણ નથી બનતી. તેઓ તેને કાબુમાં રાખીને કંઇ પણ કરી શકે છે. 

સનોફી ડાયાબિટીસ દ્વારા સ્વીટ અને વર્લ્ડ ડાયાબિટીસ ટૂર સાથે ભાગીદારીમાં આ ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પડકારજનક ટ્રેકમાં ભાગ લેવા પાછળનું મૈત્રીનું એક જ કારણ હતું કે, યુવાઓને ટાઇપ 1 ડાયાબિટીસ સાથે જીવતાં શીખવવું અને તેને કાબુમાં રાખવો તેમજ પોતાના સપનાઓને પૂર્ણ કરવા. 

You might also like