ઝિમ્બાબ્વેના પ્રેસિડન્ટ ૨૫ મિનિટ સુધી જૂનું ભાષણ વાંચતા રહ્યા

હરારેઃ લખેલું વાંચી જનારા રાજકારણીઅો જો ધ્યાન ન રાખે તો ઝિમ્બાબ્વેના પ્રેસિડન્ટ રોબર્ટે મુગાબે જેવી શરમજનક સ્થિતિમાં મુકાઈ શકે છે. ૯૧ વર્ષના પ્રેસિડન્ટ જ્યારે બોલવા ઊભા થયા ત્યારે ભૂલમાં એક મહિના પહેલાં પાર્લમેન્ટમાં વાંચેલા જૂના ભાષણની કોપી હાથમાં અાવી ગઈ હતી. નવાઈની વાત અે છે કે રોબર્ટ મુગાબેઅે વાંચવાનું ચાલુ કરી દીધું અે છતાં તેમને ખબર ન પડી કે અા જૂનું ભાષણ જ છે. પચીસ મિનિટ સુધી જૂનું ભાષણ વાંચ્યા કર્યું ત્યારે વિરોધ પક્ષના નેતાઅોને ખબર પડી ગઈ હોવા છતાં બધા ચૂપ રહ્યા હતા. અાશ્ચર્યજનક અે હતું કે પચીસ મિનિટ સુધી જૂનું ભાષણ વાંચતા રહેવા છતાં પ્રેસિડન્ટને યાદ નહોતું કે અા જ તેઅો થોડાક સમય પહેલાં વાંચી ગયા છે. અા મામલે વિરોધ પક્ષે ભલે ચૂપકીદી સેવી હોય, પણ તેમની પાર્ટી મૂવમેન્ટ ફોર ડેમોક્રેટિક ચેન્જના કાર્યકરોઅે તેમને રાજીનામું અાપીને નિવૃત્ત થઈ જવાનું કહ્યું છે. પાર્ટીનું કહેવું છે કે હવે તેમની માનસિક ક્ષમતા એટલી નથી કે પક્ષ અને દેશની ધુરા સંભાળી શકે.

You might also like