ઝારખંડમાં હાર્દિક પટેલની ગાડી પર પથ્થરમારો   

રાંચી: ઝારખંડમાં પાટીદારોની સભાને સંબોધવા ગયેલા હાર્દિક પટેલની કાર પર પથ્થરમારો થયો હોવાના સમાચાર મળી રહ્યાં છે. હાર્દિક પટેલ આજે એક લાખ જેટલા પાટીદારોની સભાને સંબોધવા માટે ઝારખંડ ગયા છે. આ દરમિયાન ગત રાત્રે શુક્રવારે ઝારખંડની રાજધાની રાંચીમાં ગૌમાંસ ફેંકવા મામલે સાંપ્રદાયિક હિંસા ભડકી હતી. ત્યારે હાર્દિકની કાર ત્યાંથી આજે પસાર થઈ રહી હતી તે દરમિયાન તેની કાર ઉપર પણ કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. 

મળતી માહિતી પ્રમાણે ગત રાત્રે રાંચીના ડોરંડા વિસ્તારમાં ગૌમાંસ પડ્યું હતું. જેને કારણે કોમી હિંસા ભડકી ઉઠી હતી. કેટલાક યુવકોએ રોડ પર આવી આગ ચાંપવાની શરૂઆત કરી દીધી હતી. ત્યારે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે આવેલી પોલીસ ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કેટલાક મીડિયાકર્મીઓ પણ ઘાયલ થયાં છે. આજે સવારે મોટી માત્રમાં તોફાની ટોળા એકઠાં થયા હતા અને તોડફોડ કરી હતી. આ દરમિયાન હાર્દિક પટેલની ગાડી ત્યાંથી પસાર થઈ રહી હતી જે ટોળાના રોષનો ભોગ બની હતી. સ્થાનિકોને અનુસાર તેમણે જાણીજોઇને હાર્દિકની કાર  પર પથ્થરમારો નહોતો કર્યો. હાલ રાંચીમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. 

You might also like