ઝાબુઆમાં અમદાવાદના બે લોકોના પણ કરુણ મોત થયા

અમદાવાદ : મધ્યપ્રદેશના ઝાબુઆમાં આજે સવારે ઈમારતમાં મુકાયેલા વિસ્ફોટકોમાં બ્લાસ્ટ થતાં ૮૨ લોકોના મોત થયા હતા અને અન્ય મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. કમનસીબરીતે  આ ઘટનામાં અમદાવાદનો એક પરીવાર પણ ભોગ બન્યો હતો. ઉજજૈન દર્શન કરવા જતાં ઘટના બની  જવા પામી હતી. આ ઘટનાની જાણ મૃતકના પરીવારોને જતાં મધ્યપ્રદેશ ઝાબુઆ જવા નીકળી ગયા હતા.

સૂત્રો મુજબ, શહેરના નિકોલ ગામ રોડ પર ૫૮, ઈશ્વરકૃપા રો હાઉસમાં રહેતા બોઘરા પરિવારના પાંચ સભ્યો ઉજજૈન દર્શન કરવા ગયા હતા. ત્યારે રસ્તામાં ઝાબુઆ હોટેલ પર આ ઘટના બની હતી. આ ઘટનામાં શાંતિભાઈ બોઘરા અને તેમના બહેન ભાનુબેન ડોબરીયાનું કરુણ મોત થયું હતું. શાંતિભાઈ બોઘરા ધીકાંટા નજીક નાની અમામ પોળના નાકે ખુશ્બુ હાઉસ ખાતે શ્રીજી સ્ટ્રીમ પ્રેસની દુકાન ચલાવતા હતા અને ગારમેન્ટનું જોબવર્ક કરતાં હતા.

 

શાંતિભાઈ બોઘરા ગુજરાત ગારમેન્ટ મેન્યુ એસોના સભ્ય હતા. આ ઘટનાની જાણ મૃતક શાંતિભાઈના પરીવારને થતાં ભારે આંક્રદ સાથે વાતાવરણ ગમગીની ફેલાઈ હતી અને મધ્યપ્રદેશના ઝાબુઆ જવા નીકળી ગયા હતા.  બ્લાસ્ટમાં માર્યા ગયેલા અમદાવાદના બે લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. આમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

You might also like