ઝલક દિખલા જા સિઝન-8નો ટુંક સમયમાં પ્રારંભ 

ટીવી ચેનલ્સ કલર્સ પર ટુંક સમયમાં ઝલક દિખલા જા સિઝન-8ની શરૂઆત થશે. આ સિઝનમાં સ્પર્ધા અને ઉત્સાહનો અનેરો રોમાંચ જોવા મળશે. મનોરંજન ક્ષેત્રના વિવિધ સેગમેન્ટમાંથી જાણીતી સેલિબ્રિટીઓ ઝલક દિખલા જા શોમાં ભાગ લેશે. 

ઝલક દિખલા જા સિઝન-8માં એક એકથી ચઢિયાતી પ્રતિભાઓ જોવા મળશે. આ શો દ્વારા બોલિવૂડની અભિનેત્રી શમિતા શેટ્ટી નાના પડદે એન્ટ્રી કરતી જોવા મળશે. ખતરો કે ખિલાડીનો વિજેતા આશિષ ચૌધરી, ટેલિવિઝન સુંદરી સાન્યા ઇરાની અને રાધિકા મદન પણ સિઝન 8માં પોતાનું પર્ફોમ આપશે. ટેલિવૂડની મનપસંદ બહુ દિપીકા કકરનો સંસ્કાર ચહેરો પણ આ સિઝનમાં જોવા મળશે. તો શરમાળ મોહિત મલિક સાથે કોમેડી લેડી ઇન્સપેક્ટર કવિતા કૌશિક ડાન્સ કરતી જોવા મળશે.

 

You might also like