ઝડપી અને સસ્તા ઇન્ટરનેટનું સ્વપ્નું હવે હકીકત બનશે

વોશિંગ્ટનઃ ઝડપી અને સસ્તા ઇન્ટરનેટની તમારી ઇચ્છા ખૂબ જ જલદી હકીકત બની શકે છે. વૈજ્ઞાનિકોને અા દિશામાં એક મોટી મળી છે. અમેરિકાની યુનિવર્સિટી અોફ કેલિફોર્નિયા સેન ડિઇગોની ક્વાલકોમ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોઅે ફાઈબર અોપ્ટિકલ ટ્રાન્સમિશનના દર વધારવા અને અોપ્ટિકલ સિંગ્લન્સને ૨૦ ગણા વધારવામાં સફળતા મેળવી છે. તેનાથી અોપ્ટિકલ સિંગ્નલ અને અોપ્ટિકલ ફાઈબર દ્વારા મોકલી શકાશે.સાથે સાથે ફાઈબર અોપ્ટિકલ માટે ડેટા ટ્રાન્સમિશનના દર વધારીને ઇન્ટરનેટને સુપર ફાસ્ટ બનાવી શકાશે. ફાઈબર અોપ્ટિકલ ઇન્ટરનેટ કેબલ વાયરલેસ અને લેન્ડલાઈન્ડ નેટવર્કની જેમ કામ કરે છે. ક્વાલકોમ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિક નિકોલ એલિઝે જણાવ્યું કે અા સંશોધનથી ઇન્ટરનેટની ગતિ વધારવાના અવરોધને દૂર કરાયો છે. તેનાથી રિપિટરની જરૂર વગર જ અોપ્ટિકલ ફાઈબરમાં સિગ્નલને દૂર સુધી મોકલી શકાશે. જર્નલ સાયન્સમાં પ્રકાશિત સંશોધન મુજબ અા સંબંધે લેવ ટેસ્ટની સફળતાના પરિણામોનું અાંકલન કર્યા બાદ વૈજ્ઞાનિકો તેને વિસ્તાર અાપવાની કોશિશ કરી રહ્યા છે.

You might also like