જ્યારે વોટ્સને ધડાકો કર્યો હતોઃ એક ઇન્ડિયન બુકીઅે મારો સંપર્ક કર્યો હતો

નવી દિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટના અલવિદા કરી ચૂકેલા શેન વોટ્સનની કરિયર ભારે ચઢાવ-ઉતારવાળી રહી હતી. ઇન્જરી અન્ય ક્રિકેટરો સાથે ઝઘડા અને અેટલે સુધી કે સ્પોર્ટ્સ ફિક્સિંગના મામલે પણ શેન વોટ્સન ચર્ચાસ્પદ રહ્યો હતો. અોગસ્ટ ૨૦૧૦માં વોટ્સને એકાએક પત્રકાર પરિષદ બોલાવીને જણાવ્યું હતું કે એક ઇન્ડિયન બુકીઅે મેચ ફિક્સિંગ માટે તેનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ ક્રિકેટ જગતમાં હલચલ મચી ગઈ હતી. અા ઘટના ઇંગ્લેન્ડમાં યોજાયેલી પાક અને ઇંગ્લેન્ડ સિરીઝની હતી. સિરીઝ બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ત્રણ ક્રિકેટર મોહમંદ અામીર, સલમાન બટ્ટ અને મોહંમદ અાસિફ સ્પોર્ટ ફિક્સિંગ માટે દોષિત પુરવાર થયા હતા.બરાબર અા જ વખતે વોટ્સને એવું કહીને હલચલ મચાવી દીધી હતી કે એક ભારતીય બુકીંઅે સ્પોર્ટ ફિક્સિંગ માટે તેનો પણ સંપર્ક કર્યો હતો. શેન વોટ્સને પત્રકાર પરિષદમાં ખુલ્લેઅામ એવો ધડાકો કર્યો હતો કે એક વર્ષ પહેલાં એક ઇન્ડિયન બુકીઅે તેનો મેચ ફિક્સિંગ માટે એક નહીં પરંતુ બે વાર સંપર્ક કર્યો હતો. અા ઉપરાંત અોસ્ટ્રેલિયન વિકેટ કીપર બેન્ડ હેડિંગે પણ એકરાર કર્યો હતો કે એક બુકીઅે તેનો પણ સંપર્ક કરીને અાવી જ અેક અોફર કરી હતી. જો કે તેને અા અોફર સ્વીકારી ન હતી. જ્યારે વોટ્સને એવું જણાવ્યું હતું કે એક પ્રવાસી મેચ દરમિયાન એક વ્યક્તિઅે સ્વયંમે ભારતીય ફેન ગણાવીને તેનો કોન્ટેક કર્યો હતો. હોટલમાં અાવીને તેને ડિનર માટે ઇન્વિટેશન અાપ્યું હતું. અાઈસીસી અને અોસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને જાણ કરીને વોટ્સન તેની સાથે ડિનર માટે ગયો હતો. વોટ્સને અા અંગે વાત કરતા જણાવ્યું હતું કે ડિનરમાં વાતચીત દરમિયાન એ વ્યક્તિઅે મને અોસ્ટ્રેલિયન સિરીઝમાં એક મેચ ફિક્સિંગની અોફર કરી હતી અને હું તેની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયો હતો.
 
You might also like