જ્યારે માત્ર તસ્વીર માટે નહી સાચા દિલથી કલેક્ટરે કરી સફાઇ

પુષ્કર : અજમેરનાં કલેક્ટર ડૉ.આરૂષી મલિક સફાઇ અભિયાન મુદ્દે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. હાલમાં જ તેઓ પુષ્કરનાં મેળા અંગે વ્યવસ્થાપન જોવા માટે નિકળ્યા હતા. દરમિયાન તેઓ હેરિટેજ વોકનાં રૂટ પર જઇ રહ્યા હતા ત્યારે રસ્તા પર ગંદકી જોઇને તેઓએ કોઇને આદેશ આપવાનાં બદલે પોતે જ કચરો ઉપાડવાનું ચાલુ કરી દીધું હતું.

જો કે મહત્વની બાબત છે કે તેઓએ કચરો ઉપાડ્યા પછી કચરો નાખવો ક્યાં તે એક પ્રશ્ન થયો હતો. કારણ કે તેમને નજીકમાં ક્યાંય ડસ્ટબિન પણ હાથ લાગ્યું નહોતું. તેઓે આ રૂટ પર રહેલી દુકાનોનાં માલિકો સાથે ચર્ચા કરી હતી અને તેમને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે પુષ્કરનાં મેળામાં દેશ વિદેશથી સેંકડો સહેલાણીઓ આવે છે.

તેઓ આપણાં શહેર અને રાજ્ય અને દેશની પોતાનાં મનમાં સારી છબી લઇને જાય તેવું વર્તન કરવું જોઇએ. તેઓએ દુકાનદારોને જ્યાં ત્યાં કચરો નહી નાખવા સાથે મહેમાનો સાથે પણ સારૂ વર્તન કરવા માટેની અપીલ કરી હતી. 

તેઓએ એક બેઠક પણ યોજી હતી જેમાં તેઓએ કહ્યું કે જો શહેરીજનો તેઓને સહયોગ આપે તો તેઓ પુષ્કરને સૌથી ચોખ્ખું શહેર બનાવવા માટે કટિબદ્ધ છે. તેઓએ કહ્યું કે તિર્થનગરી તરીકે જગવિખ્યાત પુષ્કર હવે સ્વચ્છ તિર્થનગરી પુષ્કર બને તે માટે નાગરિકો અને નગરપાલિકા બંન્નેને સાથે મળીને ભગિરથ પ્રયાસ કરવા માટેની અપીલ કરી હતી.

You might also like