જ્યાંથી ચેક બાઉન્સ થશે ત્યાં જ કેસ થશે

મુંબઇઃ સરકારે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ૨૦૧૫માં (સંશોધન) કરવાના પ્રસ્તાવને વટહુકમ બહાર પાડી મંજૂરી આપી દીધી છે. આ વટહુકમથી ચેક બાઉન્સ જ્યાંથી થયો હોય તે જ જગ્યાએ કેસ દાખલ કરી શકાશે એટલે કે જ્યાંથી પેમેન્ટ માટે ચેક ઇશ્યૂ કરવામાં આવ્યો હોય અને ચેક બાઉન્સ થાય ત્યાં જ કેસ થઇ શકશે, જેને કારણે એક અંદાજ મુજબ ૧૮ લાખ લોકોને તેનાથી ફાયદો થવાની સંભાવના છે. વડા પ્રધાનની અધ્યક્ષતામાં કેન્દ્રની કેબિનેટની બેઠકમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ૨૦૧૫માં (સંશોધન) પ્રસ્તાવને લાગુ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. લોકસભામાં મેમાં આ બિલ પસાર થઇ ગયું છે, પરંતુ રાજ્યસભામાં મંજૂરી નથી મળી તેટલા માટે સરકારે વટહુકમ લાવવો પડી રહ્યાે છે.
You might also like