જો પાક. ભારતનો બહિષ્કાર કરશે તો ભોગવવું પડશે : રાજીવ

નવી દિલ્હી : પીસીબીનાં અધ્યક્ષ શહરયાર ખાનનાં હાલનાં જ વક્તવ્ય અંગે આઇફીએલ ચેરમેન રાજીવ શુક્લાએ વળતો હૂમલો કરતા કહ્યું કે જો પીસીબીએ આઇસીસી મેચોમાં ભારતીય ટીમનો બોયકોટ કર્યો તો તેનું ગંભીર પરિણામ ભોગવવું પડશે. અત્રે નોંધનીય છે કે શહરયાર ખાને આઇસીસી ટુર્નામેન્ટમાં ભારતનાં બોયકોટની ચિમકી ઉચ્ચારી હતી. શહરેયારે ભારતે ધમકીનાં સુરમાં જણાવ્યું હતું કે જો ભારતીય ક્રિકેટ બોર્ડ ડિસેમ્બર સિરિઝમાંથી હાથ પાછો ખેંચી લે છે તો અમે આઇસીસી અને એસીસીની દરેક ઇવેન્ટમાં ભારતીય ટીમનો બહિષ્કાર કરીશું. 

જો કે જેનાં જવાબમાં રાજીવ શુક્લાએ કહ્યું કે શહેરયાર ખાનનું આ વક્તવ્ય કોને ધમકી આપવા માટે છે, આઇસીસીને કે પછી બીસીસીઆઇને ? પીસીબી આઇસીસીનાં નિયમોથી બંધાયેલું છે. જો તે ભારતનો બહિષ્કાર કરે છે તો તેનાં માટે તેને દંડ ભરવો પડશે. શુક્લાએ કહ્યું કે હાલનાં સમયાં કોઇ પણ ટીમ પાકિસ્તાનમાં રમવા માટે તૈયારનથી. પાકિસ્તાન દ્વારા ભારતીય ખેલાડીઓની સંપુર્ણ સુરક્ષાની જાબદારી લેવી પડશે. શું તેઓ સંપુર્ણ સુરક્ષાની જવાબદારી ઉઠાવશે ? સુરક્ષાનાં કારણોથી જ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને તો છોડો પરંતુ બાંગ્લાદેશની ટીમ પણ ત્યાં રમવા નથી માંગતી. 

You might also like