જો પાકિસ્તાની કાશ્મીરી અલગાવવાદીઓને મળશે તો મોદી સરકાર આપશે આકરો જવાબ 

નવી દિલ્હી: ભારત-પાકિસ્તાન વચ્ચે થનારી નેશનલ સિક્યોરિટી એડવાઇઝર(NSA) લેવલની વાતચીતને માત્ર ચાર જ દિવસ બાકી છે ત્યારે પાકિસ્તાન પોતાની હરકતોથી ઉંચુ નથી આવતું. 

બંને દેશના એનએસએ અજીત ડોવાલ અને સરતાજ અજીજની વચ્ચે 23-24 ઓગષ્ટે દિલ્હીમાં મીટિંગ છે. પરંતુ પાકિસ્તાને આ મીટિંગ માટે જમ્મુ-કાશ્મીરના અલગાવવાદીને પણ આમંત્રણ આપી દીધું અને તે પણ 23 ઓગષ્ટના સાંજે તેમને દાવતનું આમંત્રણ આપ્યું છે. એટલે કે જે દિવસે બંને દેશના એનએસએ વચ્ચે વાતચીત થશે તે જ દિવસે અજીજ અને પાકિસ્તાનના હાઈ કમિશનર અબ્દુલ બાસિત કાશ્મીરના અલગાવવાદી નેતાઓને મળશે. 

જોકે આ મામલે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે, જો સરતાજ અજીજ અને અબ્દુલ બાસિત જેવા પાકિસ્તાનીઓ આવા મહત્વના મુદ્દે વાતચીત દરમિયાન અલગાવવાદીઓને પણ મળશે તો અમે આકરો જવાબ આપીશું. ભારત કેવી રીતે તેમને જવાબ આપશે તે બાબત હજુ સુધી સ્પષ્ટ નથી. આ દરમિયાન પાકિસ્તાને યુનાઇટેડ નેશન્સમાં કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. 

You might also like