જોગિંગ વખતે બેલેન્સ જળવાય છે કાનમાં રહેલા ઝીણા વાળના કોષોને કારણે 

જ્યારે અાપણે જોગિંગ કરતા હોઈએ છીએ ત્યારે ખાસ્સી એવી ઊછળકૂદ થતી હોય છે. માથું અામથી તેમ હલતું રહેતું હોવા છતાં અાપણે શરીરનું સંતુલન જાળવી શકીએ છીએ. અામ કેવી રીતે થાય છે? એનું રહસ્ય યુરોપના રિસર્ચરોએ શોધી કાઢ્યું છે. જર્મનીની લુડવિગ મેક્સિમિલિયન્સ યુનિવર્સિટી ઓફ મ્યુનિચ અને ફ્રાન્સના રિસર્ચરોનું કહેવું છે કે કરોડરજ્જુમાં રહેલા ખાસ પ્રકારના કોષો મસલ્સની એક્ટિવિટી દરમિયાન એક રિધમિક પેટર્ન તૈયાર કરે છે. કાનના અંદરના ભાગમાં રહેલા વેસ્ટિબ્યુલર ઓર્ગન એટલે કે અત્યંત સૂક્ષ્મ વાળ જેવા કોષો શરીરનું સંતુલન અને પોસ્ચર જાળવવામાં મદદ કરે છે. કરોડરજ્જુ દ્વારા અા ઓર્ગનને મળતા સંદેશાને કારણે વ્યક્તિ શરીરની હલચલમાં બેલેન્સ જાળવી શકે છે. 

You might also like