જેણે સાથ આપ્યો, પાકે. તેની સાથે જ દગો કર્યો

લાહોરઃ ક્રિકેટ મેચ દરમિયાન આતંકવાદી હુમલા બાદ લગભગ છ વર્ષ બાદ પાકિસ્તાનમાં ફરી એક વાર ક્રિકેટ શરૂ કરવા માટે જીવ હથેળીમાં રાખીને પણ પાકિસ્તાનનો પ્રવાસ ખેડનારી ટીમ ઝિમ્બાબ્વે સાથે પાકિસ્તાને પોતાનો આગામી માસે યોજાનાર પ્રવાસ રદ કરી દીધો છે. આમ પીસીબીએ મુશ્કેલ સમયમાં જે દેશે સાથ આપ્યો તેની જ સાથે દગો કર્યો છે. પાકિસ્તાન અને ઝિમ્બાબ્વેના ક્રિકેટ બોર્ડે ઝિમ્બાબ્વેમાં બંને દેશ વચ્ચે યોજાનારી શ્રેણી રદ કરી દીધી છે. પાકિસ્તાન ઓગસ્ટમાં ઝિમ્બાવેનો એક મહિનાનો પ્રવાસ કરવાનું હતું. આ પ્રવાસ રદ થવાથી પાકિસ્તાન, િવન્ડીઝ અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાનાર ત્રિણકોણીય શ્રેણી પણ રદ થઈ ગઈ છે.  એક વેબસાઇટના જણાવ્યા અનુસાર ત્રિકોણીય શ્રેણીમાં ભાગ લેવા માટે વિન્ડીઝ બોર્ડે પણ મંજૂરી આપી દીધી હતી. પીસીબીએ જોકે પ્રવાસ રદ કરવાનું કારણ જાહેર કર્યું નથી.એવું કહેવામાં આવી રહ્યું છે કે નિર્ણય બંને દેશનાં ક્રિકેટ બોર્ડે સર્વસંમતિથી લીધો છે. જોકે પીસીબીના આ નિર્ણય પાછળ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની હિસ્સેદારી નિશ્ચિત કરવા માટે પાકિસ્તાન દ્વારા આ શ્રેણી દરમિયાન પોતાનું રેન્કિંગ ગુમાવવાનો ડરને મુખ્ય કારણ તરીકે જોવામાં આવી રહ્યું છે. આઇસીસી વન ડે રેન્કિંગમાં પાકિસ્તાન ૯૦ પોઇન્ટ સાથે આઠમા સ્થાને છે. વિન્ડીઝ ૮૮ પોઇન્ટ સાથે નવમા સ્થાને છે. તાજેતરમાં ઘરેલુ શ્રેણીમાં પાકિસ્તાન, ભારત અને દક્ષિણ આફ્રિકાને હરાવ્યા બાદ બાંગ્લાદેશની ટીમ રેન્કિંગમા સાતમા સ્થાને પહોંચી ગઈ છે.

You might also like