જેકી ચાન સાથે જોવા મળશે ટાઇગર શ્રોફ

બોલીવુડના નવોદીત અને જેકી શ્રોફનો દિકરો ટાઇગર શ્રોફ હોલીવુડ તેમજ ચીનના સુપરસ્ટાર જેકી ચાન સાથે જોવા મળશે. એક ઇન્ડો-ચીન પ્રોડક્શન હેઠળ એક પ્રોજેક્ટ બનવા જઇ રહ્યો છે. આ ફિલ્મનું નામ ‘કુંગ ફૂ યોગા’  રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં જેકી ચાન સાથે ટાઇગર શ્રોફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં આ ફિલ્મનું નિર્માણ આમિર ખાન કરશે. આ ફિલ્મ માર્ચ 2016 પર ફ્લોર પર આવશે. જો કે હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે આ ફિલ્મમાં આમિર ખાન પોતે કોઇ ભૂમિકામાં જોવા મળશે કે નહીં. દર્શકો માટે એક નવો અનુભવ રહેશે કે માર્શલ આર્ટના માસ્ટર જેકી ચાન સાથે ભારતના યુવા અભિનેતા ટાઇગર શ્રોફ એકશન કરતાં સાથે જોવા મળશે. ટાઇગર શ્રોફ તેની બીજી એક ફિલ્મ ફ્લાઇંગ જાટની એકશન માટે થાઇલેન્ડમાં માર્શલ આર્ટની ટ્રેનિંગ લઇ રહ્યો છે. ટાઇગર શ્રોફને આ ટ્રેનિંગ તેની ઇન્ડો-ચીન પ્રોડકશનમાં બનનારી કુંગ ફૂ યોગામાં કામ આવશે.

You might also like