જેકલીનને નવા રૂપમાં જોશે દર્શકોઃ અક્ષય કુમાર

અક્ષયકુમારની આગામી ફિલ્મ ‘બ્રધર્સ’ ટૂંક સમયમાં રિલીઝ થશે. આ ફિલ્મ હોલિવૂડની ‘વોરિયર’ ફિલ્મની રિમેક છે, જે 2011માં પ્રદર્શિત થઇ હતી. અક્ષયની લાસ્ટ ફિલ્મ ‘ગબ્બર ઇઝ બેક’ને એટલી સફળતા ન મળી જેટલી આશા હતી.  ‘બ્રધર્સ’ને અત્યારથી પ્રમોટ કરવામાં આવી રહી છે. ફિલ્મને લઇને અત્યારથી દર્શકોમાં ઉત્સુકતા જોવા મળે છે.  

‘બ્રધર્સ’માં અક્ષય અને સિદ્ધાર્થ મલ્હોત્રા સગા ભાઇઓની ભૂમિકામાં છે. જે હાલતથી મજબૂર થઇને એકબીજા સાથે લડે છે. ફિલ્મમાં જેકી શ્રોફ અને જેકલીન ફર્નાન્ડીસ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મ માટે અક્ષયે 17 કિલો વજન ઘટાડ્યું છે. તે આ ફિલ્મમાં એક કેથલિક યુવક ડેવિડ ફર્નાન્ડીસની ભૂમિકામાં છે.

ફિલ્મમાં અક્ષયના શરીર પર ઘણાં બધાં ટેટુ જોવા મળશે. ફિલ્મમાં તે ફિઝિક્સ ભણાવે છે, પરંતુ પરિસ્થિતિ તેને ભાઇની સામે ઊભો કરી દે છે. આ ફિલ્મ માટે અક્ષયે ખૂબ જ મહેનત કરી છે. તે કહે છે કે તમામ કલાકારોએ આ ફિલ્મ માટે બેસ્ટ કામ કર્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા ફિલ્મમાં એક્શન કરતો જોવા મળશે. શૂટિંગ સમયે અક્ષયની સામે તે થોડો ગભરાઇ ગયો હતો, પરંતુ થોડીવારમાં સામાન્ય થઇ ગયો. જેકલીને આ ફિલ્મ માટે જે રીતે કામ કર્યું છે તેવી રીતે અગાઉ દર્શકોએ તેને જોઇ નહીં હોય. અક્ષય કહે છે કે જેકલીને મારી પત્નીનો રોલ કર્યો છે, પરંતુ તે આ ફિલ્મમાં સાવ અલગ રૂપમાં જોવા મળશે. દર્શકો જાણે બદલાયેલી જેકલીન જોઇ શકશે. 

 

You might also like