જુલિયા રોબર્ટ્સનો ફ્લેટ ૨૯ કરોડમાં વેચવા મુકાયો

હોલિવૂડની સુપર સ્ટાર અભિનેત્રી ૪૭ વર્ષની થઈ છતાં પણ તે અત્યંત વ્યસ્ત છે. અા સુપર હોટ અભિનેત્રીઅે તેનો ન્યૂયોર્ક ખાતે અાવેલો લક્ઝુરિયર્સ ફ્લેટ વેચવા કાઢ્યો છે. જુલિયા હવે ન્યૂયોર્કમાં અોછો અને કેલિફોર્નિયામાં વધુ ટાઈમ વિતાવે છે. ૨૦૦૦ સ્ક્વેર ફૂટનો અા ફ્લેટ ત્રણ બેડરૂમ અને ત્રણ બાથરૂમ ધરાવે છે. બંગલામાં હોય એવી ફાયર ફ્લેશની સગવડ ધરાવતા અા ફ્લેટની સૌથી મોટી ખાસિયત તેમાંથી દેખાતો વ્યૂહ છે. ન્યૂયોર્કની ભવ્ય સ્કાયલાઈન્ડના દર્શન કરાવતો અા ફ્લેટ વાઈટ થીમ પર બનેલો છે. તેમાં પ્રાઈવેટ ટેરેસ પણ છે જ્યાં ખુલ્લા અાકાશ નીચે જમવાની સગવડ પણ મળે છે.

You might also like