મુંબઇઃ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે. સોનાના ઘટતા ભાવને લઇને દેશમાં આયાત વધી છે. પાછલા જુલાઇ મહિનામાં સોનાની આયાતમાં ૭૨ ટકાનો ઉછાળો નોંધાયો છે. કોમર્સ મિનિસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે જુલાઇ મહિનામાં સોનાની આયાત રૂ. ૧૮,૮૬૭.૮૫ કરોડની સપાટીએ પહોંચી ગઇ છે, જે પાછલા વર્ષે જુલાઇ મહિનામાં રૂ. ૧૦,૯૭૭.૫૦ કરોડ હતી. જુલાઇ ૨૦૧૫માં સોનાની કિંમતમાં ૬.૪૧ ટકાનો ઘટાડો નોંધાતાં આયાતમાં રોકેટગતિએ ઉછાળો નોંધાયો છે, જ્યારે જૂન ૨૦૧૫માં સોનાની આયાત રૂ. ૧૨,૫૬૨ કરોડ જોવાઇ હતી.
આગામી દિવસોમાં તહેવારોની સિઝન શરૂ થઇ રહી છે ત્યારે સોનાના ફિઝિકલ બાઇંગમાં સુધારો જોવાઇ શકે છે. હાજર બજારમાં માગ વધવાની શક્યતાઓ પાછલા સ્થાનિક બજારમાં ઊંચી જોવા મળી છે.