જુના વાહનોને ખરીદશે સરકાર : આપશે 1.5 લાખ વળતર

નવી દિલ્હી : સરકાર 10 વર્ષ જુના વાહનો સરેન્ડર કરાવવા અંગે 1.5 લાખ રૂપિયા વળતર ચુકવવા અંગે વિચારી રહી છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નિતન ગડકરીએ ગુરૂવારે કહ્યું કે પ્રદુષણ અને સડક સુરક્ષાને ધ્યાનમાં રાખઈને દસ વર્ષ જુના વાહનોને છોડનાર માલિકને 1.5 લાખ રૂપિયા આપવા અંગે વિચારણા ચાલી રહી છે. 

આ વિચાર નેશનલ ગ્રીન ટ્રાઇબ્યૂનલ (એનજીટી)નાં તે નિર્ણય બાદ આવ્યો છે જ્યારે એનજીટીએ રાષ્ટ્રીય રાજધાનીમાં દસ વર્ષથી જુના ડિઝલ વાહનોનાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે. 

માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું કે સરકાર જુના વાહનોને સરેન્ડર કરનાર વ્યક્તિને નાણાકીય સહાયતા આપવા અંગે વિચારી રહી છે. તેમણે કહ્યું કે પ્રપોજલ પુરૂ થયા બાદ તેને નાણા મંત્રાલયની પાસે મંજુરી માટે મોકલવામાં આવશે.

પરિવહન મંત્રીએ કહ્યું કે આ પ્રપોઝલ હેઠળ નાના વાહનો જેવા કે કારને છોડનાર વ્યક્તિને 30 હજારથી લઇને ટ્રક જેવા મોટા વાહનોને છોડનાર વ્યક્તિને 1.5 લાખ રૂપિયા આપવા સુધી વિચારણા ચાલી રહી છે. 

You might also like