જુઓ : શા માટે યુવતીઓએ સાથે રાખવા જોઇએ કોન્ડોમ ?

મુંબઇ : કોઇ પણ દર્દમાં સારવારથી મોટો પડકાર તેને અટકાવવાનો છે. અને તે માટે જ યૌનસંક્રમણ, વસ્તી વધારો વગેરે જેવી વિવિધ સમસ્યાઓને અટકાવવા માટે હાલમાં જ બ્રાઇટ કેનવાસ ફિલ્મસ નામની એક સંસ્થાએ ખુબ જ સુંદર વીડિયો બનાવ્યો છે. 

આમ તો સુરક્ષીત સેક્સ મુદ્દે આપણી ટેલિવિઝન સ્ક્રીન પર ભરપુર વીડિયોઝ જોવા મળતા હોય છે. પરંતુ હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ખુબ જ ફની રીતે કોન્ડોમનું મહત્વ પ્રદર્શિત કરવામાં આવ્યું છે. સાથે સાથે દર્શાવવામાં આવ્યું છે કે મહિલાઓ પણ કોન્ડોમ સાથે રાખે તો તેમાં કાંઇ ખોટું નથી અથવા તો શરમજનક નથી. 

જનહિતમાં દર્શાવાતી જાહેરાતોમાં દર્શાવાયેલી જાહેરાતનો મુખ્ય સંદેશ છે કે વિવિધ સમસ્યાઓથી બચવા માટે મહિલાઓ અને પુરૂષો તમામે પોતાની સાથે કોન્ડોમ રાખવો જોઇએ.સુરક્ષીત સેક્સ માત્ર પુરૂષોની જ જવાબદારી નથી પરંતુ મહિલાઓની પણ જવાબદારી છે. 

જો મહિલાઓ જરૂરી સાવધાની વર્તે તો વણજોઇતો ગર્ભ, યૌન રોગો, યૌન સંક્રમણ વગેરે સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. આ વીડિયોમાં આ વિશયને ખુબ જ અદભુત રીતે વણી લેવામાં આવ્યો છે. હવે સંપુર્ણ માહિતી માટે તો વીડિયો જોવો રહ્યો …..

You might also like