જીવ તું શીદને ચિંતા કરે ?

અમદાવાદઃ જગતમાં વસતો પ્રત્યેક જીવ ‌ચિંતાથી યુક્ત તથા ભયભીત હોય છે. જગતમાં ભગવાન સિવાય કોઇનીય ડરવું ન જોઇએ. છતાં એક યા બીજા કારણસર જગતનો દરેક જીવ કોઇને કોઇ કારણસર સતત ડરતો જ હોય છે.અર્થશાસ્ત્રમાં ભગવાન કૌટિલ્યએ કહ્યું છે કે, ‘મનુષ્ય ઇચ્છાઓનું પોટલું છે. એક ચિંતા પૂરી થતાં બીજી ચિંતા આપોઆપ પ્રગટ થાય છે’ આવા સમયે ધૈર્યવાન મનુષ્ય પણ આવનારા અજ્ઞાત ભયને કારણે ભયભીત બની જાય છે.

શ્રી મહાભારતના ગીતા પર્વમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહ્યું છે કે,  ‘હે ગુડાકેશ, જો જગતમાં ભય ન હોય તો મનુષ્ય તો ઠીક જગતનો કો જીવ બીજા જીવની પરવા કર્યા સિવાય યથેચ્છ સ્વૈરવિહાર કર્યા કરતો હોત. આથી અનેક પ્રકારની હિંસા થતી હોત અથવા ન થતી હોત.’ શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, રામ રાખે તેણે કોણ ચાખે ? પરંતુ જીવમાત્ર અજ્ઞાત ભયથી પીડાતો હોઇ કોઇને કોઇ કારણસર સતત્ ડરેલો જ રહેતો હોય છે.

ભક્ત કવિ નરસિંહ મહેતાએ પણ કહ્યું છે કે, જીવ તું શીદને ચિંતા કરે શ્રીકૃષ્ણને કરવું હોય તે કરે. જીવો જીવ‌સ્ય ભોજનમ્નો કાયદો જંગલમાં ચાલતો હોય છે. આથી ઘાસ હરણથી ડરે છે. હરણ વાઘથી ડરે છે. વાઘ હાથીથી ડરે છે. હાથી મનુષ્યથી ડરતો હોય છે. જંગલનો કાયદો શહેરમાં પણ લાગુ પડતો  હોય છે. આથી ગરીબ શ્રીમંતથી ડરતો હોય છે. શ્રીમંત ગરીબથી ડરતો હોય છે.

મનુષ્યને તથા અન્ય જીવોને ભગવાને ચિંતારૂપી ખપ્પર આપ્યું છે. આ ખપ્પરમાં કેટલાક કિલો ચિંતા નાખવા છતાં આ ખપ્પર કદીય ભરાતું જ નથી. ભગવાન શ્રીકૃષ્ણને શ્રીમદ્ ભગવદ્ગીતામાં અર્જુનને વચન આપ્યું છે કે યોગક્ષેમં વહામ્યહમ્ અર્થાત્ જગતના દરેક જીવનું રક્ષણ તથા પાલનપોષણ હું કરીશ. એટલે કે જગતના જીવોની રક્ષા કરવાનું મારું કાર્ય છે.

મનુષ્ય બુદ્ધિશાળી પ્રાણી છે. તેથી તેને જાતજાતની ચિંતા સતાવતી હોય છે. યુવાન મનુષ્યને સારી નોકરીની ચિંતા હોય  છે. સારી નોકરી મળે તો સારી છોકરીની ચિંતા રહે છે. આમ એક પછી એક અનેક પ્રકારની ચિંતાથી મનુષ્ય ઘેરાયેલો રહે છે. ચોમાસામાં ખાવા ચાલશે એ ચિંતામાં કીડી આઠ મહિના અનાજ ભેગું કરી દર ભરે છે.

જ્યારે ચોમાસું આવે છે ત્યારે આજુબાજુમાં પાણી ભરાતાં જીવ બચાવવા ફાંફે ચડેલો કાનખજૂરો કીડીના દરમાં પેસી જાય છે. કીડીએ ભેગું કરેલું અનાજ તે મજેથી ખાય છે. આમ કીડીથી ચિંતા કાનખજૂરાને ઉત્તમ જાતનો ખોરાક આપી શકે છે. દરેક સુજ્ઞ પુરુષે કોઇને ચિંતા રાખવી નહીં. ગીતાજી મુજબ ભગવાને દાંત આપ્યા છે. તો ચવાણું તો આપશે જ. તે થાયે દરેક મનુષ્યે કોઇ ચિંતા કરવી નહીં.

You might also like