જીત નિશ્ચિત થશે તો જ રાજીવ શુક્લા ચૂંટણી લડશે

સૂત્રોના જણાવ્યા અનુસાર આઇપીએલ ચેરમેન રાજીવ શુક્લા જીત નિશ્ચિત થશે તો મેદાનમાં ઊતરશે. તેઓ ત્યારે જ ચૂંટણી લડશે, જ્યારે જેટલી અને શરદ પવાર તેમને સાથ આપશે અને જરૂરી બહુમતી તેમજ પૂર્વ ક્ષેત્રના ક્રિકેટ બોર્ડ પાસેથી જરૂરી સમર્થન મળી જશે. જોકે રાજીવ શુક્લા જ એવા શખસ છે, જેમને જેટલીની સાથેસાથે પવાર જૂથ અને શ્રીનિવાસન જૂથનું સમર્થન પ્રાપ્ત થઈ શકે છે. આ વર્ષે બીસીસીઆઇની ચૂંટણીમાં પણ જેટલી અને પવારની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. જોકે અંતિમ સમયે જેટલીના વિદેશ પ્રવાસને કારણે ચૂંટણી કરવાની ફરજ પડી હતી. એ સમયે શરદ પવારે અધ્યક્ષપદ માટે એન. શ્રીનિવાસન જૂથ વિરુદ્ધ લડવા માટે જગમોહન દાલમિયાને મનાવી લીધા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ગત વખતની સરખામણીએ આ વખતે વધુ સભ્યો પવાર જૂથ પાસે છે
You might also like