જીતનરામ માંઝીનાં પુત્રની 4.65 લાખ કેશ સાથે ધરપકડ

પટના : બિહારનાં પુર્વ મુખ્યમંત્રી અને એનડીએનાં સહયોગી જીતનરામ માંઝીનાં નાના પુત્રની રવિવારે પોલીસે પુછપરછ કરી હતી. સૂત્રોનું કહેવું છે કે તેની પાસેથી 4.65 લાખ રૂપિયા મળી આવ્યા હતા. જહાનાબાદ જિલ્લાનાં મખદુમપુર પોલીસમાં એક ચેકપોસ્ટની પાસે પોલીસ આવનારી ગાડીઓની તપાસ કરી રહી છે. આ દરમિયાન માંઝીના પુત્રની ગાડીમાંથી આ રોકડ મળી આવી હતી. 

બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને રાજ્ય પોલીસ બ્લેક મની અને બેહિસાબ રોકડની વિરુદ્ધ રાજ્યમાં સખ્તીનાં અભિયાન ચલાવી રહી છે. બિહારમાં 12 ઓક્ટોબરથી વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીની આચાર સંહિતા અનુસાર યોગ્ય કારણ વગર કોઇ પણ વ્યક્તિ 50 હજારથી વધારે રોકડ લઇને જઇ શકશે નહી. જીતનરામ માંઝીનાં પુત્ર પ્રવીણ માંઝીએ જણાવ્યું કે પટનાનાં હનુમાન નગરમાં તેમનું ઘર બનાવી રહ્યા છે.

આ અંગે તેઓ નાણા ચુકવવા માટે કેશ લઇને જઇ રહ્યા હતા. તેમણે કહ્યું કે આ કેશ તેમનાં પરિવારની છે. જીતનરામ માંઝી હિન્દુસ્તાન અવામ મોર્ચાનાં પ્રેસિડેન્ટ છે. ભાજપની આગેવાનીવાળા એનડીએ સાથે માંઝીનું ગઠબંધન છે. તેમણે નીતીશને અલગ થયા બાદ આ વર્ષે આ આ પાર્ટીની રચના કરી હતી. 

લોકસભા ચૂંટણીમાં ભારે હાર બાદ નીતીશે તેમને મુખ્યમંત્રી બનાવ્યા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ માંઝી અને નીતીશ વચ્ચે બનતું નહોતું જેનાં કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. ત્યાર બાદ નીતીશ અને માંઝીનાં સંબંધોમાં કડવાટ આવી ગયો હતો. નીતીશ સાથે ખટપટ થયા બાદ માંઝી અને ભાજપનું જોડાણ થઇ ગયું હતું. 

You might also like