જીટીયુ 15 સપ્‍ટેમ્બરથી સ્માર્ટ સિટી ડેવલપ્‍ામેન્ટ ઈ-કોર્સ શરૂ કરશે

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) હવે 15 સપ્‍ટેમ્બરથી અોનલાઈન ઈ કોર્સનો પ્રારંભ કરવા જઈ રહી છે. જે દેશમાં સ્માર્ટસિટી ડેવલપ્‍ામેન્ટ અંગેનો સૌપ્રથમ ઈ કોર્સ શરૂ કરવામાં અાવશે. અા ઉપ્‍ારાંત ન્યૂઝિલેન્ડની ક્રાઈસ્ટ ચર્ચ પ્‍ાોલિટેકનિક ઈન્સ્ટિટ્યૂટ સાથે સ્માર્ટ સિટી રિસર્ચ એન્ડ ડેવલપ્‍ામેન્ટ અંગે અાગામી ટૂંક સમયમાં ડિપ્‍લોમા અને ડિગ્રી કક્ષ્‍ાાના કોર્સ શરૂ કરશે. 

જીટીયુ દ્વારા અાગામી તા.15 સપ્‍ટેમ્બરથી સ્માર્ટ સિટી પ્‍લાનિંગ એન્ડ ડેવલપ્‍ામેન્ટ અંગે અોનલાઈન કોર્સ શરૂ કરવામાં અાવી રહ્યો છે. જીટીયુના ગ્રેજ્યુએટ સ્કૂલ અોફ સ્માર્ટ સિટીઝ ડેવલપ્‍ામેન્ટ (જીટીયુ-જીએસએસસીડી) દ્વારા શરૂ કરવામાં અાવી રહેલો અોનલાઈન ઈ કોર્સ ડિપ્‍લોમા કોર્સ છે. અા ડિપ્‍લોમા કોર્સ માત્ર 14 સપ્‍તાહનો રહેશે, જેમાં કોઈ પ્‍ાણ વિદ્યાશાખામાંથી સ્નાતક થયેલ વિદ્યાર્થી પ્રવેશ મેળવી શકશે.અા ઉપ્‍ારાંત  જીટીયુએ ગત સપ્‍તાહમાં ન્યૂઝિલેન્ડની ક્રાઈસ્ટ ચર્ચ પ્‍ાોલિટેકનિક ઈન્સ્ટિટ્યૂટ અોફ ટેકનોલોજી સાથે કરાર કરવામાં અાવ્યા છે. જેના અંતર્ગત અા બંને સંસ્થાઅો દ્વારા સ્માર્ટ સિટી રિસર્ચ એન્ડ ડેવલપ્‍ામેન્ટનો કોર્સ શરૂ કરાશે.

 

You might also like