જીએસટીમાં પાનનંબર જરૂરી

મુંબઇઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરતા સમયે તમામ રજિસ્ટર્ડ ડીલરોએ પાન નંબરને નાખવો ફરજિયાત બનશે. ડીલરોએ જીએસટીમાં પાન નંબરને અપડેટ કરવું પડશે. આવું ન કરવા પર રજિસ્ટર્ડ વેપારીનું રજિસ્ટ્રેશન રદ સમજવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આગામી એપ્રિલ ૨૦૧૬થી દેશમાં જીએસટી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે તે સંબંધે સરકારે આ પ્રકારની કવાયત હાથ ધરી છે. જોકે જીએસટીનું બિલ હજુ રાજ્યસભામાંથી પસાર કરવાનું બાકી છે. સરકાર માટે તે ચિંતાનો વિષય બન્યો છે.

એક્સાઇઝ અને ટેક્સેશન ડિપાર્ટમેન્ટે આ અંગે જણાવ્યું કે જે ડીલરોએ પાન નંબરને અપડેટ કર્યું નથી તેઓ ૧૭ ઓગસ્ટ પૂર્વે આ અંગે સંબંધિત અધિકારી પાસે પાન નંબરને અપડેટ કરાવે. જે ડીલરો આવું કરવામાં ચૂક કરશે તેઓનું રજિસ્ટ્રેશન રદ સમજી લેવામાં આવશે.

You might also like