જિન્સના ખિસ્સામાં મોબાઈલ મૂકો અને ચાર્જ કરો

સ્માર્ટફોનની બેટરી કેટલી ઝડપથી ઊતરી જાય છે અે અાપણને ખ્યાલ છે. પરંતુ ધારો કે એવી કોઈ રીત શોધાય કે ફોન ખિસ્સામાં પડ્યો પડ્યો જ અાપમેળે ચાર્જ થવા લાગે તો? વેલ, લોસ એન્જલસની જોઝ જિન્સ નામની કંપનીઅે હેલો જિન્સ નામનાં જિન્સ પેન્ટ બહાર પાડ્યાં છે. અા જિન્સ એના બેલ્ટના ભાગે અાવેલા એક ચોરખાના અને એમાં સમાઈ જાય એવડી એક પાવરબેન્ક સાથે અાવે છે.

અા જિન્સના પાછળના ભાગે અાવેલા બીજા એક નાનકડા પોકેટમાં અાપણો સ્માર્ટફોન રહી જાય છે જે બેટરીમાંથી પાવર મેળવે છે અને પાવર બેન્ક પકડવાની ઝંઝટમાં પડ્યા વિના ચાર્જ થતો રહે છે. ચાર્જ સાથે અા જિન્સ ૧૫,૦૦૦ રૂપિયાની કિંમતે પ્રી-અોર્ડર માટે મુકાયો છે. જો કે સ્માર્ટફોન માટેનું અા જિન્સનું ખિસ્સું અાઈકોન ૬ કરતાં નાની સાઈઝના ફોન જ સમાવી શકે છે.

You might also like