જામિયા યુનિવર્સિટી દ્વારા યુવતિઓ અંગે વિવાદિત નિર્ણય

નવી દિલ્હી : જમિયા મિલિયા ઇસ્લામિયા યૂનિવર્સિટી પોતાનાં એક નિર્ણયનાં કારણે હાલ વિવાદમાં સપડાઇ ગઇ છે. યૂનિવર્સિટીનાં નવા નિયમ અનુસાર હોસ્ટેલમાં રહેનારી યુવતીઓ મોડી રાત્રે હોસ્ટેલની બહાર નહી જઇ શકે. આ નિર્ણયનાં કારણે વિદ્યાર્થીઓનો એક તબક્કો ભારે પરેશાન છે. તેઓએ આ નિર્ણયને સેક્સિસ્ટ અને એકતરફી જણાવ્યો હતો.

જો કે યૂનિવર્સિટીનું કહેવું છે કે અમારો આ નિર્ણય વિદ્યાર્થીઓનાં હિતોને ધ્યાનમાં લઇને જ લેવામાં આવ્યો છે. ઓફિશ્યલ્સનું કહેવું છે કે જો વિદ્યાર્થીઓનું બહાર જવાનું કારણ યોગ્ય લાગશે તો તેમને બહાર જવા દેવામાં આવશે. 

અગાઉ હોસ્ટેલમાં રહેતી યુવતીઓને રાત્રીનાં 10 વાગ્યા સુધી હોસ્ટેલમાંથી બહાર રહેવાની છુટ હતી. સાથે જ રાત્રે 8 વાગ્યાની ડેડલાઇનને ફોલો કરવાની જરૂરત નહોતી. જો કે હવે કોઇ યુવતી રાત્રે 8 વાગ્યા બાદ બહાર જવા માંગે છે તો તેને પત્ર લખીને સ્થાનિક ગાર્ડિયન પાસેથી સહી કરાવવી પડશે. અથવા તો અધિકારીઓ પાસેથી પરવાનગી લેવી પડશે.

જો કે એક વિદ્યાર્થીએ જણાવ્યું કે યુનિવર્સિટીનો નિર્ણય ભેદભાવયુક્ત છે. યુવકો પર સમયનો કોઇ પ્રતિબંધ નથી. જો નિર્ણય અમારી સુરક્ષાને ધ્યાનમાં લઇને લેવાયો છે તો પછી છોકરાઓની સુરક્ષાનું શું થશે ? 

You might also like