જાપાનમાં શોધાઈ બેગમાં સમાય જાય એવી કાર

જાપાનના કુનિઅાકી સાતો નામના એન્જિનિયરે મોટરસાઈઝ્ડ સ્કેટબોર્ડ કહી શકાય એવું એક અનોખું પર્સનલ ટ્રાન્સપોર્ટેશન નામનું ડિવાઈસ વિકસાવ્યું છે જે અાંતરરાષ્ટ્રીય મીડિયામાં કાર ઈન અ બેગના હુલામણા નામથી પ્રચલિત થઈ રહ્યું છે. વોક કાર નામના અા સ્કેટબોર્ડ જેવા સાધન પર ઊભા રહી જઈએ એટલે એ કલાકના ૧૦ કિલોમીટરની સ્પીડે ચાલવા લાગે છે.

અા ડિવાઈસમાં ચાર્જ થઈ શકે એવી બેટરીથી ચાલતી મોટર ફિટ કરવામાં અાવેલી છે, જે ૧૨૦ કિલોગ્રામ સુધીનું વજન ધરાવતા માણસને પણ અાસાનીથી ખેંચી શકે છે. માત્ર ત્રણ કલાકના ચાર્જિંગથી જ અા વોક કાર અાસાનીથી ૧૨ કિલોમીટરનું અંતર કાપી શકે છે. લેપટોપ જેટલી સાઈઝના અા સાધનની સૌથી ફાયદાકારક વાત એ છે કે એના પર ઊભા રહીને ગંતવ્યસ્થાને પહોંચી ગયા બાદ એને પાર્ક કરવા માટે જગ્યા ખોળવાની તકલીફ નથી રહેતી. એને નાનકડી બ્રીફકેસમાં કે બેકપેકમાં પણ રાખી શકાય છે. 

 

You might also like