જાપાનમાં અભ્યાસ માટે હિંદુ-હિટાચી સ્કોલપશિપ

જાણીતા અખબાર ધ હિન્દુ અને જાપાની ટેક્નોલોજી કંપની હિટાચી દ્વારા વર્ષ 1959માં હિંદુ-હિટાચી સ્કોલપશિપની શરૂઆત કરવામાં આવી હતી. ભારતીય એન્જિનિયરોને જાપાનની એડવાન્સ ટેક્નોલોજીથી પરીચિત કરાવવાના ઉદ્યેશ્ય સાથે આ સ્કોલરશિપ સ્કિમની શરૂઆત કરવામાં આવી હતી. સ્કોલરશિપ માટે અરજીઓ મંગાવવામાં આવે છે અને પસંદગી પામેલા વિદ્યાર્થીઓને જાપાન જઇ 6 મહિના સુધી હિટાચી કંપનીની કોઇ એક પ્રોડક્ટ પર ટ્રેનિંગ મેળવવાનો અવસર મળે છે. સિલેક્ટ થએલા ટ્રેનિઓને ઇકોનોમી ક્લાસનો રિટર્ન એર ફેર અને જાપાનમાં ફ્રિ લોજિંગ અને બોર્ડિંગની સુવિધા આપવામાં આવે છે. આ ઉપરાંત ટ્રેઇનીને દર મહિને વ્યક્તિગત ખર્ચ માટે સ્ટાયપેન્ટ પણ આપવામાં આવે છે. 

અરજી કરવા માટેની લાયકાત

– અરજી કરનાર ભારતીય નાગરીક હોવો જોઇએ. 31 માર્ટ 2015 સુધી એની ઉમર 30 વર્ષ કરતા ઓછી હોવી જોઇએ.

– ઉમેદવાર પાસે કોઇ પણ માન્ય યૂનિવર્સિટીની બીઇ, બીએસસી, બીટેક અથવા અન્ય કોઇ સમકક્ષ ડિગ્રી હોવી જોઇએ. 

– આ ઉપરાંત ઉમેદવાર પાસે મિનિમમ એક વર્ષનું પ્રોફેશનલ એક્સપિરિયન્સ હોવો જોઇએ.

– જે ઉમેદવારો પાસે ટ્રેનિંગ સાથે રિલેવેંટ ફિલ્ડનો પહેલેથી જ અનુભવ હશે એવા ઉમેદવારની પ્રથમ પસંદગી કરવામાં આવશે.

– એરજી માટે ફોર્મ ધ હિન્દુની ચેન્નાઇ, નવી દિલ્હી સહીત વિવિધ શહરોમાં સ્થિત કાર્યાલયોમાંથી મેળવી શકાશે.

અરજી કરવાની છેલ્લી તારીખઃ 31 ડિસેમ્બર

વેબસાઇટઃ www.hitachi.com

You might also like