જસ્ટીન બીબર માટે સેલેના છે પ્રેરણા

લોસ એન્જલસઃ યંગસ્ટર હાર્ટ થ્રોબ સિંગર જસ્ટિન બીબર અને સેલેના ગોમ્ઝ વચ્ચે બ્રેક અપ થઈ ગયું છે પરંતુ આજે પણ બીબર માટે સેલેના તેની પ્રેરણા સ્ત્રોત છે. બીબર કહે છે કે તેને ગીતો લખવાનો જે શોખ છે તેનું મૂળ તેની ભૂતપૂર્વ પ્રેમિકા સેલેના ગોમ્ઝ છે. 
 
એક અંગ્રેજી વેબસાઈટના અહેવાલ અનુસાર ૨૧ વર્ષના બીબરે એક રેડિયો પ્રોગ્રામ દરમિયાન રેડિયો હોસ્ટ રયાન સીક્રેસ્ટને જણાવ્યું હતું કે સેલેના તેના માટે પ્રેરણા છે. બીબર અને સેલેનાએ ૨૦૧૦માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યુ હતુ. બન્ને વચ્ચે ખટરાગ તો રહ્યા જ કરતો હતો. ક્યારેક સાથે તો ક્યારેક પાછા ભેગા… ખાસ બાબત તો છે કે સેલેનાનુ મશહૂર ગીત ‘ધ હાર્ટ વોન્ટ્સ વોટ ઇટ વોન્ટ્સ’ તેમની કહાણીના કેટલાક હિસ્સા ઉપરથી જ પ્રેરિત છે. 
 
જસ્ટિન બીબરે હોસ્ટ સિક્રેસ્ટને જણાવ્યું હતું કે સેલેના સાથે બ્રેક અપ થયુ તેના કારણે જ તેને નવો આલ્બમ બનાવવાની પ્રેરણા મળી. બીબરે એમ પણ કબુલ્યુ કે સેલેના સાથે તેનો સંબંધ લાંબો ટક્યો હતો. આ સંબંધે તેને હાર્ટબ્રેક, આનંદ, વગેરે અનેક અહેસાસ કરાવ્યા હતા જે તે લખાણ માટે ઈચ્છતો હતો. 
 

You might also like