જવાનીમાં જ રિટાયર્ડ થશે તાપસી પન્નુ

બહુ ઓછી અભિનેત્રીઓ એવી હોય છે, જે એક્ટિંગ કરિયરની સાથેસાથે રિટાયરમેન્ટનું પણ પ્લાનિંગ કરી લેતી હોય છે. તાપસી પન્નુ પણ અાવી જ એક અભિનેત્રી છે. તે પોતાને ગમે તેવા જ રોલ કરવા ઈચ્છે છે અને જો તેના મન મુજબના રોલ ન મળે તો તે ગમે તે ક્ષણે રિટાયર્ડ થવા પણ તૈયાર છે. છેલ્લે બેબી ફિલ્મમાં નાનકડા, પરંતુ નોંધનીય રોલમાં જોવા મળેલી સુંદર અભિનેત્રી તાપસી પન્નુ ફિલ્મોમાં કોઈ પણ સ્ટારની માતાની ભૂમિકા ભજવતી ક્યારેય દેખાવા ઈચ્છતી નથી અને અા જ કારણ છે કે તે જવાનીમાં રિટાયર્ડ થવાનું વિચારી રહી છે. તે કહે છે કે મને ખબર નથી કે મારું ભાગ્ય મારા માટે શું વિચારી રહ્યું છે. હું ખુદ ક્યારેય યોજના બનાવીને ચાલતી નથી. હું ક્યારેય મારી યોજના મુજબ સફળતાપૂર્વક ચાલી શકી નથી. તેથી અાજે હું અા મુકામ પર અને અહીં છું. હું અાખી જિંદગી અભિનય કરવાની નથી. મારી એક્ટિંગ કરિયર એક દિવસ પૂરી થઈ જશે. તે કહે છે કે જે દિવસે હું લીડ રોલ નિભાવવાના બંધ કરી દઈશ તો અા ઈન્ડસ્ટ્રીને અલવિદા કરી દઈશ. તમે ક્યારેય મને કોઈ પણ સ્ટારની માતા કે ભાભીના રૂપમાં જોઈ નહીં શકો. હું તે માટે બિલકુલ તૈયાર નથી.  •
You might also like