જર્મનીમાં ભારતીય મૂળનો કોચ રોબિન દત્ત ચમકી રહ્યો છે

ફ્રેન્કફર્ટઃ ભારતને જ્યાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલ જગતમાં સફળતા માટે ઝઝૂમવું પડી રહ્યું છે ત્યારે જર્મનીમાં ભારતીય મૂળનાે એક કોચ રોબિન દત્ત ખૂબ નામ કમાઈ રહ્યો છે. રોબિને જર્મન ફૂટબોલ સંઘના યુવા અકાદમી કાર્યક્રમ (ડીએફબી)ને સ્થાપિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. કોલોનમાં જન્મેલા અને મોટા થયેલા રોબિન દત્તની માતા જર્મનીની છે, જ્યારે તેના પિતા બંગાળી છે. દત્ત ખેલાડીના રૂપમાં સફળ નહોતો રહ્યો, પરંતુ બુંદેસલીગાની કેટલીક ક્લબ્સ અને ડીએફબીમાં કોચ અને મેનેજરની ભૂમિકાઓમાં તેણે ઘણું સારું પ્રદર્શન કર્યું છે.

બુંદેસલીગાના મેનેજમેન્ટ સાથે જોડાયેલા જર્મન ફૂટબોલ લીગના એક અધિકારીએ કહ્યું, ”રોબિન ઘણું સારું કરી રહ્યો છે. તેને ડીએફબી માટે યુવા એકેડેમી સ્થાપિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.” ૫૦ વર્ષીય રોબિન હાલ બુંદેસલીગા ક્લબ વીએફબી સ્ટુટગાર્ડનો ફૂટબોલ ડિરેક્ટર છે. તે આ વર્ષની શરૂઆતમાં ભૂતપૂર્વ પ્રમુખ ફ્રેડી બોબિકને સસ્પેન્ડ કરાયા બાદ ક્લબ સાથે જોડાયો હતો.

 

You might also like