જર્મનીમાં અભ્યાસ સાથે દર મહિને મેળવો 1200 યૂરો

728_90

– ધ નેક્સ્ટ સ્ટાર્ટઅલ સ્કોલરશિપ, જર્મની

જર્મનીની બીલફેલ્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઇન હિસ્ટ્રી એન્ડ સોશિયોલોજી (બીજીએચએસ) દ્વારા ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ માટે ધ નેક્સ્ટ સ્ટાર્ટઅપ સ્કોલરશિપની જાહેરાત કરવામાં આવી છે. આ સ્કોલરશિપ સમર ટર્મ 2015 માટે આપવામાં આવશે. આવા સ્નાતકો જે હિસ્ટ્રી, એન્થ્રોપોલોજી, સોશિયોલોજી અથવા પોલિટિકલ, સાયન્સમાં ડોક્ટરેટ કરવા ઇચ્છતા હોય તેઓ આ સ્કોલરશિપ માટે અરજી કરી શકે છે. આ સ્કોલરશિપ મેળવનાર વિદ્યાર્થીને દર મહિને 1200 યૂરો આપવામાં આવે છે. 

અરજી કરવા માટેની લાયકાત અને શરતો. 

– અંગ્રેજી અથવા જર્મન ભાષા પર ઉમેદવારની સારી પકડ હોવી જોઇએ.

– બીજીએચએસ સાઇન્ટિસ્ટ સાથે સ્કોલર્સનો તાલમેલ સ્થાપવાના હેતુ સાથે આ સ્કોલરશિપની જાહેરાત કરવામાં આવી છે.

– અરજી જર્મન અથવા અંગ્રેજી ભાષામાં હોવી જોઇએ.

– અરજી સાથે સ્ટાર્ટઅપમાં તમારી રૂચી બાબતે એક પત્ર પણ સબમીટ કરવાનો રહેશે.

– રિસર્ચના જે ક્ષેત્રમાં તમને વધુ રસ હોય એ ક્ષેત્ર અંગે પણ લખવુ.

– 700 શબ્દોમાં હિસ્ટ્રી, સોશિયોલોજી, એંથ્રોલોજી અથવા પોલિટિકલ સાયન્સમાં એક પ્રસ્તાવ સબમિટ કરો.

– આ ઉપરાંત તમેં જે યૂનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા હો ત્યાનો એક રિકમંડેશન લેટર પણ એપ્લિકેશન સાથે એટેચ કરો.

અરજી કરવાની છેલ્લી તારીખ: 

15 નવેંબર થી 15 જાન્યુઆરી

વેબસાઇટ: 

www.uni-bielefeld.de/bghs

You might also like
728_90