જમ્મુ બ્લાસ્ટ કેસમાં હિઝબુલના આતંકી ગુલામ નબીને આજીવન કેદ  

નવી દિલ્હીઃ ૧૯૯૫માં જમ્મુ-કાશ્મીરમાં થયેલા વિસ્ફાેટ મામલે સુપ્રીમ કાેર્ટે હિઝબુલ મુજાહિદનના આતંકવાદી ગુલામ નબીને આજીવન કેદની સજા સજા ફરમાવી છે. ૧૯૯૫ની ૨૬ જાન્યુઆરીઅે જમ્મુના માૈલાના આઝાદ મેમાેરિયલ સ્ટેડિયમમાં ગણતંત્ર દિવસ સમારાેહ દરમિયાન થયેલા બ્લાસ્ટથી આઠ વ્યકિતનાં માેત થયા હતા. અને અન્ય ૧૮ લાેકાેને ઈજા થઈ હતી. 

આ કેસમાં બે આરાેપી વસીમ અહેમદ અને ગુલામ નબીને ટાડા અદાલતે ૨૦૦૯માં છાેડી મુક્યા હતા. જેની સામે સીબીઆઈઅે સુપ્રીમ કાેર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કાેર્ટે ગત ૩ જુલાઈઅે વસીમ અહેમદને છાેડી મૂકવાના ટાડા અદાલતના આદેશને યથાવત રાખ્યાે હતાે. પરંતુ ગુલામ નબીને વિસ્ફાેટ બદલ દાેષિત ઠરાવ્યાે હતાે અને કાેર્ટે સજા અંગે ફેંસલાે સંભળાવવા ૩૦ સપ્ટેમ્બરની મુદત નકકી કરી હતી.  

ગુલામ નબીના વકીલે આરાેપીની ૭૬ વર્ષની ઉંમર અને બીમારીઆેને ધ્યાનમાં લઈને સજામાં રાહત આપવા અપીલ કરી હતી. જ્યારે સીબીઆઈના વકીલે કાેર્ટને જણાવ્યું કે જે કલમાે હેઠળ ગુલામ નબીને દાેષિત ઠરાવાયાે છે. તેમાં ત્રણમાં આજીવન કેદની જાેગવાઈ છે. તેમણે કાેર્ટને અનુરાેધ કર્યાે હતાે કે ગુલામ નબીનાે ગુનાે સંગીન છે. તેથી તેને ત્રણ કલમમાં આજીવન કેદની સજા કરવામાં આવે અને ત્રણેય સજા અલગ અલગ રીતે ચલાવવામાં આવે તેમણે જણાવ્યું કે અે ભુલવું ન જાેઈઅે કે વિસ્ફાેટનું ષડયંત્ર પાકિસ્તાનમાં રચાયું હતુ. 

આ દલીલાે અંગે કાેર્ટે જણાવ્યુ કે જે ગુનામાં તેને દાેષિત ગણાવાયાે  છે તેમાં ન્યૂનતમ સજા આજીવન કેદની છે. 

You might also like