જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટે ગૌમાંસ વેચાણ ઉપર પ્રતિબંધ લાદ્યો

જમ્મુ : જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટે ઐતિહાસિક નિર્ણય લઇને રાજયમાં ગૌમાંસના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે કોર્ટે પોતાના આદેશમાં પ્રશાસનને એ સુનિશ્ચિત કરવાનું કહ્યું છે કે રાજયમાં કોઇપણ જગ્યાએ ગૌમાંસનું વેચાણ થાય નહીં. આદેશનું ઉલ્લંઘન કરનાર પર સખત કાનૂની કાર્યવાહી કરવાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજયમાં દૂધાળા પશુઓની ખરીદી વેચાણ અને હત્યા પર પહેલેથી જ પ્રતિબંધ લગાવી દીધો છે.

કોર્ટનું માનવું છે કે બીજી બાજુ નિયમોનું ઉલ્લંઘન કરવાની સાથે જ સમાજના એક ભાગની લાગણીઓને ઠેસ પહોંચે છે. ગૌમાંસના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવાની માંગને લઇને વકીલ પશ્ચિમોેના સેઠે ર૦૧૪માં જનહિત અરજી દાખલ કરી હતી. આ મામલે અગાઉની સુનાવણી દરમ્યાન કોર્ટે રાજયના ડિવિઝનલ કમિશ્નરને દૂધાળા પશુઓનું વેચાણ અને હત્યા રોકવા માટે અત્યાર સુધીનાં ઉઠાવેલા પગલાંઓ પર રિપોર્ટ રજૂ કરવાનું કહ્યું હતું.

રાજયમાં ગૌ હત્યા અને ગાંમાંસના વેચાણ પર ૧૯૩ર માં કાયદાનું નિર્માણ કરવામાં આવ્યું આના પર ઉલ્લંઘન કરવાની ૧૦ વર્ષની જેલ અને પશુની કિંમતના પાંચ ગણા સુધી દંડની જોગવાઇ છે. જયારે દૂધાળા પશુઓના માંસ રાખવા અને વેચાણને પણ ગુના તરીકે ગણવામાં આવે છે. તેમાં એક વર્ષની જેલ અને પ૦૦ રૃા. દંડની જોગવાઇ છે. દરમિયાનમાં શિવસેના અને મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાએ બ્રિહાન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા મુંબઈમાં મિટ અથવા માંસના વેચાણ ઉપર પ્રતિબંધને ફગાવી દઈને વેચાણ કરતાં ભારે તંગદીલી ફેલાઈ ગઈ હતી.

શિવસેના અને એમએનએસના કાર્યકરોએ દાદર માર્કેટમાં જ સ્ટોલ સ્થાપિત કર્યા હતા અને સ્લોગન વચ્ચે ચિકનનું વેચાણ પણ કર્યું હતું. જોકે, આ કાર્યકરોની મોડેથી મુંબઈ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. રાજકીય પક્ષો પણ માંસના વેચાણને બંધ કરવામાં તાજેતરના બીએમસીના આદેશ સામે વિરોધ કરી રહ્યા છે. સાથે-સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. મુંબઈમાં આવેલા કતલખાનાઓ બંધ કરવાની માંગણી કરવામાં આવી રહી છે.

જૈન સમુદાયના લોકો પણ વિરોધ કરવા માટે મેદાને પડ્યા છે. પર્યુષણની શરૂઆત થઈ છે ત્યારે જોરદાર દેખાવ કરવામાં આવી રહ્યા છે. પ્રતિબંધના પરિણામ સ્વરૂપે આજે ભારે હોબાળો રહ્યો હતો. પ્રતિબંધના પરિણામ સ્વરૂપે મટન, ચિકનને પણ આવરી લેવામાં આવ્યા છે. જોકે આ પ્રતિબંધમાં ફિશ અને ઈંડાઓને આવરી લેવામાં આવ્યા નથી. કાચા માંસનું વેચાણ કરવા પણ બિઝનેસમેનોને રોકવામાં આવ્યા નથી.

You might also like