જમ્મુ-કાશ્મીર: હંદવાડામાં સેના-આતંકી વચ્ચે અથડામણ, ત્રણ આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીર: કુપવાડા જિલ્લાના હંદવાડામાં ગઇકાલે રાત્રે શરૂ થયેલી સેના અને આતંકી વચ્ચેની અથડામણમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. સેનાએ કરેલા દાવા મુજબ આ ત્રણેય આતંકી લશ્કર-એ-તોયબાના છે. આ અથડામણમાં સેનાનો એક જવાન ઘાયલ થયો છે. ગઇકાલે રાત્રે એક ઘરમાં ચાર આતંકીઓ છુપાયા હોવાની જાણ થતા આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ સેના અને આતંકી વચ્ચે ફાયરિંગ શરૂ થયું હતું. હાલમાં સેના દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ છે.

You might also like