જમશેદપુરના માર્ગ અકસ્માતમાં ૧૩ કાવડિયાનાં માેતઃ ૧૫ને ઈજા

જમશેદપુરઃ જમશેદપુરના સરાયકેલા જિલ્લાના ર્ઈચાગઢ દુરદા ગામ નજીક હાઈવે પર પીકઅપ વાન અને ટ્રક વચ્ચેના અકસ્માતથી ૧૩ કાવડિયાના માેતા નિપજ્યા છે. જ્યારે ૧૫ કાવડિયાની હાલત ગંભીર જણાવાઈ રહી છે. આ તમામ કાવડિયા આેરિસાના પુરીથી બિહારના સિવાન જઈ રહ્યા હતા. ઈજાગ્રસ્તાેને જમશેદપુરની અેમજીઅેમ હાેસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પુરીથી પરત ફરી રહેલા કાવડિયાઆે વહેલી પરેાઢે ચાર કલાકે ઉરમાલ નજીકની અેક હોટલમાં ચા પીધા બાદ થાેડે આગળ ગયા હતા ત્યારે રાંચી તરફથી પૂરપાટ ઝડપે આવતી ખાલી ટ્રકે પીકઅપ વાનને ટકકર મારતાં ઘટનાસ્થળે જ ૧૧ કાવડિયાના માેત થયા હતા.  

જ્યારે ઘવાયેલા ૧૫  કાવડિયા પૈકી બેના  હાેસ્પિટલમાં માેત થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સાેમવારે જ રાજયના દેવધરમાં ભાગદાેડ મચતાં ૧૧ કાવડિયાના માેત થયા હતા. અા ઘટનામાં મુખ્યપ્રધાન રઘુવર દાસે ડેપ્યુટી કમિશનર, સિવિલ સર્જન અને અેસ.પી.ને સસ્પેન્ડ કર્યા હતા. આ ઘટનામાં મૃતકાેમાં પાંચ મહિલાનાે સમાવેશ થાય છે.

કાવડિયા દેવધરથી પૂજા કરી પુરી ગયા હતા. મૃતકાેમાં માેટા ભાગના લાેકાે બિહારના સીવાન જિલ્લાના હતા. આ ઘટનામાં ગંભીર લાેકાેની સંખ્યા વધુ હાેવાથી મૃતકઆંક વધે તેવી સંભાવના છે. આ અકસ્માત સર્જનાર ટ્રકચાલક સામે કાેઈ પગલાં લેવાયા નથી અથવા કાેઈની પણ ધરપકડ થઈ નથી. આ અકસ્માતમાં બંને વાહનાે અેટલા ધડાકાભેર અથડાયા હતા કે તેનાથી ઘટનાસ્થળે જ ૧૧ લાેકાેના માેત થયા હતા.

 

You might also like