જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે કાર્યક્રમ

• ઇસ્કોન મંદિરઃ શ્રીકૃષ્ણની શોભાયાત્રા નીકળશે. જન્માષ્ટમીના અાનંદ અને ઉત્સાહ સાથે શહેરમાં સુદર્શનધારી શ્રીકૃષ્ણની શોભાયાત્રા નીકળશે. જન્માષ્ટમીઅે સવારે ૪.૩૦ વાગ્યે મંગળા અારતી અને જપયજ્ઞનો પ્રારંભ થશે. સવારે ૮ વાગ્યે ગુરુપૂજા, શૃંગારદર્શન અને ફૂલનો શણગાર અને ત્યારબાદ શ્રીકૃષ્ણલીલા પારાયણ થશે. છપ્પનભોગનાં દર્શન, હિંડોળાનાં દર્શન તથા અખંડ ધૂન થશે. સાંજે ૬ વાગ્યે કીર્તન, ૮.૩૦ વાગ્યે શ્રીકૃષ્ણની નૃત્યનાટિકા રજૂ થશે. ત્યારબાદ ૧૨ વાગ્યે ભગવાનના અભિષેકનો કાર્યક્રમ પણ યોજાશે. • હરે કૃષ્ણ મૂવમેન્ટઃ ભાડજ ખાતે અાવેલ હરિકૃષ્ણ મંદિરમાં ભવ્ય ઉજવણીનું અાયોજન પ્રથમ વાર થઈ રહ્યું છે. જન્માષ્ટમીના દિવસે સવારે ૯.૩૦ વાગ્યાથી કૃષ્ણ હેરિટેજ સમારોહ સ્પર્ધાનું અાયોજન થશે. બપોરે ૧૨ વાગ્યે અને સાંજે ૭.૩૦ વાગ્યે રાધા માધવજીનો મહાઅભિષેક થશે. હરિકૃષ્ણ મંદિરમાં સાંજે ૫.૩૦ કલાકે ભજન સંધ્યા, રાત્રે ૧૦.૦૦થી ૧૧.૩૦ દરમિયાન કૃષ્ણલીલા પર અાધારિત નૃત્ય નાટક. મહામંગળા અારતી થશે તેમજ ભગવાન શ્રીકૃષ્ણના ૧૦ લાખ જપ પણ કરવામાં અાવશે.  • કલ્યાણપુષ્ટિ હવેલીઃ કલ્યાણપુષ્ટિ હવેલી ખાતે જન્માષ્ટમી નિમિત્તે વિશિષ્ટ દર્શનનું અાયોજન કરવામાં અાવ્યું છે. સવારે ૬.૩૦થી ૭.૧૫ દરમિયાન પંચામૃત સ્નાન, દર્શન, તિલક અારતી, શણગાર દર્શન તેમજ ૧૧.૦૦થી ૧૧.૩૦ રાજભોગ દર્શન, બપોરે ૧૨.૩૦થી ૧.૦૦ શયન દર્શન અને રાત્રે ૯.૩૦થી ૧૦.૩૦ જાગરણ દર્શન. ૧૦.૩૦થી ૧૧.૩૦ પ્રભુનાં જન્મદર્શન તેમજ ૧૨.૦૦ કલાકે થશે. અા ઉપરાંત ૬ સપ્ટેમ્બરના રોજ નંદ મહોત્સવ સવારે ૧૦.૩૦થી બપોરે ૧૨.૦૦ કલાક સુધી.• શ્રીકૃષ્ણના કાલિય નાગદમન પ્રસંગની ઝાંખી બનાવેલ છે અને જન્માષ્ટમીથી એક સપ્તાહ સુધી ભક્તોનાં દર્શન માટે રાખેલ છે. હેમંતભાઈ અેસ. શુક્લ. બી/૨-૧, કેશવપાર્ક સોસાયટી, પ્રેમચંદનગર પાસે, જજીસ બંગલોઝ રોડ, બોડકદેવ. સંપર્કઃ ૯૮૯૮૩૫૪૪૯૪
• જન્માષ્ટમીઅે રામાનંદ સ્વામીની જયંતી ઊજવાશે. રામાનંદ સ્વામીના ૨૭૬મા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી મહંત શાસ્ત્રી શ્રી અાનંદપ્રિયદાસજીના અધ્યક્ષપદે કરવામાં અાવશે. અા પ્રસંગે રાત્રે ૧૦થી ૧૨ વિવિધ કાર્યક્રમો યોજાશે. ત્યારબાદ ભજન, ધૂન, કીર્તન અને સત્સંગ ગ્રંથનું પારાયણ યોજાશે અને રાત્રે ૧૨ કલાકે શ્રી હરિકૃષ્ણ મહારાજને પારણિયામાં ઝુલાવવામાં અાવશે. સ્થળઃ સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગર.
You might also like