‘જઝબા’ ફિલ્મનો પ્રિવ્યું  

એસ્સેલ વિઝન પ્રોડક્શન લિ., વ્હાઈટ ફીચર ફિલ્મ્સ, વાયકિંગ મીડિયા એન્ડ એન્ટરટેઈન્મેન્ટ પ્રા. લિ.ના બેનર હેઠળ બનેલી ‘જઝબા’ના નિર્માતા છે-સંજય ગુપ્તા, અાકાશ ચાવલા, નીતિન કેની, સચીન જોષી, રૈના સચીન જોષી, અનુરાધા ગુપ્તા અને ઐશ્વર્યા રાય બચ્ચન. ફિલ્મનું નિર્દેશન સંજય ગુપ્તાએ કર્યું છે. ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન, શબાના અાઝમી, ચંદન રોય સાન્યાલ, ઈરફાન ખાન, જેકી શ્રોફ જેવા કલાકારો છે.‘જઝબા’ ફિલ્મ ૨૦૦૭માં પ્રદર્શિત દક્ષિણ કોરિયાઈ ફિલ્મ ‘સેવન ડેઝ’ની હિન્દી રિમેક છે. અનુરાધા વર્મા (ઐશ્વર્યા રાય બચ્ચન) ક્રિમિનલ લોયર છે, જેની પુત્રીનું અપહરણ કરાયું છે. અપહરણકર્તા ચેતવણી અાપે છે કે તે પોતાની પુત્રીને ફરી વખત ત્યારે જ જોઈ શકશે જ્યારે તે એક યુવા મહિલાના બળાત્કાર અને હત્યાના અારોપીનો બચાવ કરે. અનુરાધાના દરેક પગલા પર અપહરણકર્તાની નજર છે અને અનુરાધા તેની દરેક વાત માનવા મજબૂર છે. અનુરાધાનાે મિત્ર યોહાન એક સસ્પેન્ડેડ પોલીસ ઓફિસર છે, જેને જૂના કાયદા-કાનૂનથી નફરત છે. યોહાન મદદ માટે અાગળ અાવે છે. બીજી તરફ અનુરાધાનો હરીફ કોર્ટમાં તેને હરાવવા ઉતાવળો થાય છે. સાત દિવસ બાદ અારોપીની સુનાવણી છે. અનુરાધા પાસે સાત દિવસનો સમય છે. ભ્રષ્ટાચાર અને સમય વિરુદ્ધ જંગ લડવાનો સમય શરૂ થઈ ચૂક્યો છે.  •
 
You might also like