જંગલરાજનાં દાવા કરનારા ખુલ્લી ચર્ચા કરે : નીતીશનો પડકાર

પટના : બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે મંગળવારે વિપક્ષી દળ ભાજપને કોઇ પણ મંચ પર જંગલરાજ અથવા રાજ્યમાં વધી રહેલા ગુનાઓ મુદ્દે ખુલ્લી ચર્ચાનો પડકાર ફેંક્યો છે. ભાજપ બિહારમાં જંગલરાજ અને ગુનાઓની ઘટનાઓને વધવાને ચૂંટણીનો મુદ્દો બનાવવા માટેનાં પ્રયાસો કરી રહ્યું હોવાનો બિહારનાં મુખ્યમંત્રીએ દાવો કર્યો છે.

નીતીશે કહ્યું કે જ્યારથી ભાજપ અને અમારી વચ્ચે ભંગાણ પડ્યું છે ત્યારથી તે કહેવું એક ફેશન બની ગઇ છે કે બિહારમાં તો જંગલ રાજ ચાલી રહ્યું છે. બિહાર વિકાસમાં પાછળ રહી ચુક્યું છે. એવું કહેનારા લોકોને હું ખુલ્લો પડકાર ફેંકુ છું કે મંચપર બેસીને મારી સાથે ચર્ચા કરે. 

ગુજરાતનાં તોફાનો પર ચુપ રહીને બિહારમાં જંગલરાજ અને વધતા ક્રાઇમનો મુદ્દો ઉઠાવવા અંગે નીતીશે વડાપ્રધાન મોદીની આકરી ઝાટકણી કાઢી હતી. નીતીશે બિહારનાં લોકોને આગામી ચૂંટણીમાં સમય રહેતા સાવધાન થઇ જવાની ચેતવણી આપતા કહ્યું કે ભવિષ્યમાં તેમને એનડીએ પર પસંદગી ઉતારવાની મોટી કિંમત ચુકવવી પડશે. નીતીશે કહ્યું કે હું તે વ્યક્તિ છું જે એટલું જ કહે છે જેને પુરુ કરવામાં આવી શકે. હું ક્યારે પણ કોઇ ખોટુ વચન નથી આપતો. બિહારમાં લોકોએ ભાજપ કે માંઝીને મત આપતા પહેલા વિચારવું જોઇએ. 

You might also like