છ ફૂટનો અજગર અને સાત ફૂટનો મગર પકડાયો

વડોદરા : વરસાદ શરૂ થતાંની સાથે જ શહેરના ખુલ્લા વિસ્તારોમાં અજગર, ઝેરી, સાપ અને મગર જેવા સરિસૃપો બહાર આવવાનું શરૂ કરી દેતા હોય છે. વડોદરા વન વિભાગની ટીમે બે દિવસમાં શહેરના સમા- સાવલી રોડ ઉપરથી ૭ ફૂટ અને ઇટોલા ગામની સીમમાં ૬ ફૂટના અજગર પકડી પાડ્યા છે.વન વિભાગના સગુણા દવેએ એક વાતચીમાં જણાવ્યું હતું કે, સમા-સાવલી રોડ ઉપર આવેલા રાજપથ ફાર્મ હાઉસમાં અજગર હોવાની માહિતી મળી હતી.

માહિતી મળતા ટીમના સભ્યો એમ.ડી. નિઝામા અને એસએસ રાવલને રવાના કરાવમાં આવ્યા હતા. વાઇલ્ડ લાઇફ ફોરેસ્ટ વિભાગના બંને સભ્યોએ સ્થળ ઉપર પહોંચી ૭ ફૂટ લાંબા મગરને ભારે જહમેત બાદ  પકડી પાડ્યો હતો અને વન ચેતના કેન્દ્રમાં લઇ આવ્યા હતા. આ ઉપરાંત રવિવારે શહેર નજીક આવેલા ઇંટોલા ગામની સીમમાંથી ૬ ફૂટ લાંબો અજગર ઇજાગ્રસ્ત હાલતમાં પકડી પાડવામાં આવ્યો હતો.

 

ઇજાગ્રસ્ત અજગરને સારવાર આપી તુરત જ છોડી દેવામાં આવ્યો હતો.વાઇલ્ડ લાઇફ ફોરેસ્ટ વિભાગના સગુના દવેએ જણાવ્યું હતું કે, વરસાદ શરૂ થાય ત્યારે સાપ, અજગર, મગર જેવા જાનવરો ખોરાકની શોધમાં બહાર નીકળી આવે છે અને જીવજંતુઓનો શિકાર કરે છે. સમા- સાવલી રોડ અને ઇંટોલા ગામની સીમમાંથી પકડાયેલા અજગર જવલ્લે જ પકડાય છે. વર્ષમાં ચાર પાંચ અજગર પકડાતા હોય છે. સમા-સાવલી રોડ ઉપરથી પકડાયેલા અજગરને સલામત સ્થળે છોડી મૂકવામાં આવશે.

You might also like