‘છૈયા છૈયા…’ ગીતના અંત સુધી અમે પ્રેમમાં ગળાડૂબ થઈ ગયાં

અભિનેત્રી, ડાન્સર, મોડલ, વીજે, ટીવી પ્રેઝન્ટેટર તથા નિર્માત્રી મલાઇકા અરોરાખાન બોલિવૂડની ટોપ આઇટમ ગર્લ પણ છે. ફિલ્મ ‘દિલ સે’ના છૈયા છૈયા…આઇટમ સોંગથી શરૂ થયેલી સફર ‘મુન્ની બદનામ હુઇ’થી ‘ડોલી કી ડોલી’ના ‘ફેશન ખતમ મુજ પર’ સુધી ચાલુ જ છે. આજની ફિલ્મો હિટ થવામાં આઇટમ સોંગ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તે ઘણા રિયાલિટી શોની જજ પણ રહી ચૂકી છે. પોતાને સૌથી હોટ આઇટમ ગર્લ માનવામાં આવે છે તે અંગે મલાઇકા કહે છે કે આ તો મારા ફેન્સનો પ્રેમ છે, જ્યાં સુધી હોટ આઇટમ ગર્લની વાત છે તો આ ટેગ મારા માટે કોઇ પ્રતિષ્ઠિત પુરસ્કારથી ઓછો નથી.અરબાઝ સાથે મુલાકાત કેવી રીતે થઇ એ અંગે વાત કરતાં મલાઇકા કહે છે કે જયહિંદ કોલેજમાં જ્યારે હું ફર્સ્ટ યરમાં હતી ત્યારે મેં મોડલિંગ માટે અભ્યાસ છોડી દીધો. અમૃતા એક એડ્ માટે મોડલિંગ કરી રહી હતી ત્યારે હું તેની સાથે ગઇ હતી. ત્યાં સુરેજ નટરાજને મને જોઇ. મારા ફોટા લીધા અને એક મેગેઝિનના કવર પેજ પર છાપ્યા. ત્યાર બાદ મેં મોડલિંગ કર્યું. થોડા સમય બાદ એમ ટીવીની વીજે બની ગઇ. તે સમયે ફરાહખાન છૈયા છૈયા…માટે કોઇ મોડલ શોધી રહ્યાં હતાં. તેમણે જસ અરોરા સાથે મારાે એક વીડિયો જોયો. તેઓ અને અરબાઝ સારા મિત્રો હતા. તેથી અરબાઝના માધ્યમથી મને બોલાવી. મેં મારા પહેલા હિંદી ગીત માટે નૃત્ય કર્યું. શૂટિંગના અંત સુધીમાં અમે બંને પ્રેમમાં ગળાડૂબ થઇ ચૂક્યાં હતાં. પાંચ વર્ષ અમે ડેટિંગ કર્યું. ત્યાર બાદ તેણે મારી સામે લગ્નની પ્રપોઝલ મૂકી. મેં તે સ્વીકારી લીધી. •
 

You might also like