છત્તીસગઢ – ઓરિસ્સામાં નક્સલી હુમલાનો ખતરો

ભુવનેશ્વર : છત્તીસગઢમાં એક પછી એક હુમલાઓ હાલમાં થયા બાદ હવે માઓવાદીગ્રસ્ત ઓરિસ્સામાં પણ હાઈએલર્ટની જાહેરાત કરાઈ છે. ખાસ કરીને ઓરિસ્સામાં દક્ષિણી વિસ્તારોમાં એલર્ટની જાહેરાત કરાઈ છે.  પોલીસ જવાનોને એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. માઓવાદીઓ દ્વારા છેલ્લા ૪ દિવસની અંદર જ ઘણા હુમલાઓ કરવામાં આવી ચુક્યા છે. છત્તીસગઢમાં હાઈએલર્ટની સાથે-સાથે ઓરિસ્સામાં પણ હવે એલર્ટની જાહેરાત કરાઈ છે.

છત્તીસગઢમાં ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ સંજીવ મારીકે કહ્યું છે કે પોલીસ જવાનોને માઓવાદીગ્રસ્ત જિલ્લાઓમાં એલર્ટ રાખવામાં આવ્યા છે. ઓરિસ્સામાં પણ હુમલાની દહેશત તોળાઇ રહી છે. પોલીસને દહેશત છે કે, પડોશી રાજ્યમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવ્યા બાદ ઓરિસ્સાના માઓવાદીગ્રસ્ત વિસ્તારમાં હુમલા થઈ શકે છે. છેલ્લા ત્રણ દિવસમાં ઓરિસ્સામાં સુકમા, દાંતેવાડા અને કાંકેર જિલ્લામાં હુમલાઓ કરવામાં આવી ચુક્યા છે.

છત્તીસગઢથી માઓવાદીઓ સરહદ પાર કરીને ઓરિસ્સામાં ઘુસણખોરી કરી શકે છે. જેથી ઓરિસ્સાના જુદા-જુદા વિસ્તારોમાં એલર્ટની જાહેરાત કરાઈ છે. બીજીબાજુ છત્તીસગઢમાં જોરદાર કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું છે. ઓરિસ્સાના કંદમહાલ જિલ્લામાં પણ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું છે. સંવેદનશીલ વિસ્તારોમાં લોકોની અવર જવર પર નજર રખાઈ રહી છે.

પોલીસ ઉપરાંત સીઆરપીએફ, ડીવીએફ અને બીએસએફના જવાનોને સાવધાન કરાયા છે. ૧૫મી ઓગષ્ટ નજીક છે ત્યારે તમામ રાજ્યોમાં હાલમાં સાવચેતીના તમામ પગલા લેવામા આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદી ગતિવિધી હાલમાં વધી ગયા બાદ પરિસ્થિતીનો લાભ માઓવાદી પણ લઇ શકે છે. તમામ મોટા અને ભરચક રહેતા વિસ્તારમાં પણ સુરક્ષા વધારી દેવાઇ છે.

You might also like