છત્તીસગઢમાં પણ 8 દિવસ માટે માંસ પર પ્રતિબંધ

રાયપુર : છત્તીસગઢ સરકારે પર્યુષણ પર્વ પ્રસંગે ગણેશચતુર્થી દરમિયાન 8 દિવસો સુધી માંસનાં વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્યનાં નગરનિગમ દ્વારા હાલ પર્યુષણનાં દિવસો દરમિયાન માંસ નહી વેચવા સરકારે આદેશ કાઢ્યો છે. શુક્લાએ જણાવ્યું કે રાજ્યમાં પર્યૂ,ણ અને ગણેશ ચતુર્થી ચાલી રહ્યા છે દરમિયાન આ મહીનામાં 10 થી 17 તારીખ સુધી માંસનાં વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 

શુક્લાએ જણાવ્યું કે વર્ષ 2011થી રાજ્યમાં અમુક પર્વો દરમિયાન માંસના વેચાણ પર પ્રતિબંધ છે. રાજધાની રાયપુરનાં નગર નિગમનાં અધિકારીઓએ જણાવ્યું કે રાજ્ય શાસનનાં આદેશ પર રાયપુર નગર નિગમ વિસ્તારમાં 8 દિવસો સુધી માંસનાં વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ દરમિયાન માંસ વેચવા માટે પશુઓની હત્યા નહી કરવામાં આવે.

અધિકારીઓએ જણાવ્યું કે આ અંગે પોલીસ સ્ટેશનો અને તમામ સંબંધિત અધિકારીઓને પણ જાણ કરી દેવામાં આવી છે. પ્રતિબંધ દરમિયાન માંસનાં વેચાણ કરનારા લોકો પર કાર્યવાહી કરવા માટેનાં આદેશો આપી દેવામાં આવ્યા છે. 

You might also like