છત્તીસગઢમાં નકસલી હુમલોઃ આસિ.કમાન્ડર શહીદઃ બે જવાન જખમી

રાયપુરઃ બસ્તર જિલ્લાના દરભા િવસ્તારની નજીક ટોટાપારામાં નકસલવાદીઓએ ઝીરમથી આવી રહેલા એસટીએફના જવાનો પર ફાયરિંગ કરતાં આ હુમલામાં એસટીએફના આસિસ્ટન્ટ કમાન્ડર શહીદ થયા હતા અને બે જવાન ઘાયલ થયો હતો.

ઝીરમથી આવી રહેલા એસટીએફના જવાનો પર નકસલવાદીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરી દેતાં એસટીએફના આસિસ્ટન્ટ પ્લાટૂન કમાન્ડર પ્રતાપસિંહ શહીદ થયા હતા. આ ઘટનામાં બે જવાનો શહીદ થયા છે. જેમને સારવાર અર્થે જગદલપુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નકસલવાદીઓએ ઘટનાસ્થળની આસપાસ આઈઆઈડી પણ ગોઠવ્યા હતા અને અહીંથી પસાર થનાર નેશનલ હાઈ વે ૩૩ પર અનેક જગ્યાએ ખાડા પાડી દીધા હતા. અહેવાલો અનુસાર ઝીરમથી નીકળેલા એસટીએફના જવાનોની આ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં એકત્ર થયેલા નકસલવાદીઓએ દર્ભાની નજીક ટોટાપારામાં એક ઝાડને રસ્તા પર નીચે પાડીને આ કમાન્ડોનાં વાહનને રોકી દીધું હતું.

એસટીએફની ટીમ જેવી ત્યાં પહોંચી કે નકસલોએ તેના પર ગોળીબાર શરૂ કરી દીધા હતા. એસટીએફના જવાનોએ પણ હિંમતપૂર્વક સામનો કરવો પડ્યો હતો અને વળતો ગોળીબાર પણ કર્યો હતો. આજે વહેલી સવાર સુધી આ ફાયરિંગ ચાલ્યું હતું. આ હુમલામાં શહીદ થયેલા આસિસ્ટન્ટ કમાંડર કૃષ્ણપ્રતાપસિંહ મધ્ય પ્રદેશના ભીંડ જિલ્લાના વતની છે.

You might also like