છત્તીસગઢની શાળામાં વહેંચાયાં આસારામની સેક્સની ટિપ્સવાળાં પુસ્તકો 

મહાસમુંદઃ આસારામના સમર્થકોઅે દિવ્ય પ્રેરણા પ્રકાશ જ્ઞાન પરીક્ષા માટે અેવા પુસ્તકાેનું વિતરણ કર્યુ છે જેમાં સેકસ અેજ્યુકેશનને લગતી કેટલીક વાંધાજનક બાબતાેનાે ઉલ્લેખ થયાે છે. જોકે આ બાબત ધ્યાન પર આવતા સરકારે પરીક્ષા રદ કરી દીધી છે. પરંતુ આ પુસ્તકો હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઆે વાંચી રહ્યા છે. દિવ્ય પ્રેરણા પ્રકાશ નામના આ પુસ્તકમાં સેકસ પાવર વધારવા અને સલામત સેકસને લગતી ટિપ્સનાે ઉલ્લેખ થયાે છે.  

આ પુસ્તકના આધારે આસારામના સમર્થકાેઅે મહાસમુંદની કેટલીક સ્કૂલાેમાં પરીક્ષા લઈ લીધી છે. છત્તીસગઢ સરકારના અેક જૂના પત્રના આધારે જેલમાં રહેલા આસારામની પ્રતિષ્ઠા સુધારવા માટે તેમના સમર્થકાેઅે સ્કૂલાેના નામે જિલ્લા શિક્ષણાધિકારીનાે આેર્ડર લીધાે હતાે. જાેકે બાદમાં આ મામલે વિવાદ થતા શિક્ષણ વિભાગે પરીક્ષાનાે આેર્ડર રદ કરી દીધાે છે. પરંતુ આ પરીક્ષા જે પુસ્તકના આધારે લેવાની હતી તે પુસ્તકાે સ્કૂલાેમાં વહેંચાઈ ગયાં છે.

માત્ર મહાસમુંદ જિલ્લામાં જ આવાં ૫૦૦૦ પુસ્તકાે વહેંચાયાં છે. મહાસમુંદ અને આસપાસની અનેક સ્કૂલાેમાં આસારામના સમર્થકાેઅે પરીક્ષા લીધી છે. યાેગ વેદાંત સેવા સમિતિના સભ્યાેઅે દાવાે કર્યાે છે કે સ્કૂલાેઅે સરળતાથી પરીક્ષા લેવા દીધી. તે અંગે બાળકાે પાસેથી ફી પણ લેવાઈ હતા. મહાસમુંદની પાંચ સ્કૂલમાં ગત શુક્રવારે આ પરીક્ષા લેવાઈ હતી. 

કવર પેજ પર વિવેકાનંદદિવ્ય પ્રેરણા પ્રકાશના કવર પેજ પર હનુમાનજી ઉપરાંત સ્વામી વિવેકાનંદ, ભીષ્મ પિતામહ, સ્વામી દયાનંદ સરસ્વતી, સમર્થ રામદાસ, સ્વામી લીલાશાહ મહારાજ અને મહર્ષિ રમણની તસવીરાે છપાયેલી છે. કવર પેજ પર લખેલું છે કે આ પુસ્તક આેછામાં આેછું પાંચ વખત વાંચાે અને વંચાવાે. 

પુસ્તકમાં સેક્સ અંગે માહિતીઆ વિવાદાસ્પદ પુસ્તકનું પ્રકાશન મહિલા ઉત્થાન ટ્રસ્ટ દ્વારા થયું છે. પુસ્તકના બીજા પેજથી જ સેક્સ શિક્ષણ અંગેની માહિતી આપવામાં આવી છે. સવાલ અને જવાબની શૈલીમાં લખાયેલા આ પુ્સ્તકમાં સેકસ સંબંધિત અનેક પ્રકારની માહિતી આપવામાં આવી છે. 

પેજ પર પાંચ બાળક અને તેમનાં માતા પિતાને નામે આસારામનાે સંદેશ પણ છપાયેલાે છે.  આ અંગે મહાસમુંદના જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ પાંડેેએ જણાવ્યું કે કેટલીક સ્કૂલાેમાં જ આવાં પુસ્તકાે વહેંચાયાની માહિતી છે. તેથી દિવ્ય પ્રેરણા પ્રકાશ પરીક્ષા માટે જે સ્કૂલાેમાં પુસ્તકાે વહેંચાયાં છે તેને તરત જ પાછા મગાવી જપ્ત કરવામાં આવશે.

You might also like