ચેતેશ્વર બન્યો ‘કેરી ધ બેટ' ઓપનિંગમાં આવી અણનમ રહ્યો

 કોલંબો: રાજકોટ-સૌરાષ્ટ્રના સિંહ કહેવાતા ગૌરવસમા રનમશીન ચેતેશ્વર પૂજારાએ પોતાના નામે એક અનોખો રેકોર્ડ કર્યો છે. ચેતેશ્વર ભારતની પ્રથમ ઇનિંગમાં પ્રારંભથી અંત સુધી આઉટ થયા વગર પેવેલીયનમાં પાછો ફર્યો હતો. આવું કરનાર તે ભારતનો ચોથો ઓપનર બન્યો છે. વિશ્વસ્તરે ટેસ્ટ ક્રિકેટના બે હજારથી વધુ ટેસ્ટમાં આવું ૪૯ મી વખત બન્યું છે. જયારે કોઇ ઓપનીંગ બેટસમેન નોટઆઉટ રહીને ઇનિગના અંતમાં પરત ફર્યો હોય. ક્રિકેટરમાં તેને ‘કેરી ધ બેટ’ કહેવામાં આવે છે.
ભારત તરફથી સૌપ્રથમ આ રેકોર્ડ સુનિલ ગાવસ્કરે પાકિસ્તાન સામે ફૈસલાબાદ ટેસ્ટમાં ૧૯૮૩ માં કર્યો હતો. ગાવસ્કરે બીજા દાવનો પ્રારંભ કરીને છેલ્લે ૧૨૭ રને અણનમ રહી પરત ફર્યા હતા. ત્યાર બાદ ઓગષ્ટ ૨૦૦૮ માં વિરૂએ શ્રીલંકા સામે ગાલેમાં ઓપનીંગ આવીને અણનમ ૨૦૧ રન ફટકાર્યા હતા. ત્રીજી વખત રાહુલ દ્રવિડે ઓગષ્ટ ૨૦૧૧ માં ઇંગ્લેન્ડ સામે અણનમ ૧૪૬ રન ફટકાર્યા હતા. જયારે ચેતેશ્વર ઓપનીંગમાં આવીને ૧૪૫ રને અણનમ રહ્યો હતો. ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી સુનિલ ગાવસ્કરે ચેતેશ્વરની પ્રશંસા કરતાં જણાવેલ કે પૂજારાએ દબાણમાં સુપર્બ ઇનિંગ રમી હતી.
 
You might also like