નવી દિલ્હીઃ ચેક બાઉન્સ થવા અંગેના બનાવ ઝડપથી વધી રહ્યા છે ત્યારે લોકસભામાં એક નવું બીલ લાવવા અંગે સરકારે તૈયારીઓ કરી લીધી છે. આ બીલ અંતર્ગત ચેક બાઉન્સની ફરિયાદ કરનારને જ્યાંથી ચેક ઈસ્યુ કરાયો હોય ત્યાં જ્યાંથી જરૂર નહીં પડે. ચેક બાઉન્સ થયાની ફરિયાદ એ જગ્યાએ નોંધાવી શકાશે કે જ્યાં ક્લિયરન્સ માટે ચેકને ડિપોિઝટ કરવામાં આવ્યો હોય. કેન્દ્ર સરકારે આ બાબતે વર્તમાન નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટમાં વધુ સંશોધન કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
નવા બીલની અસર દેશની વિવિધ અદાલતોમાં પડેલા ૧૮ લાખથી વધુ ચેક બાઉન્સ મામલાના કેસ ઉપર પડશે. નાણાપ્રધાન જયંત સિન્હાએ આ અંગે જણાવ્યું કે દેશની ઈકોનોમી ઉપર તેની પોઝિટીવ અસર પડશે તેનો ફાયદો નાના વેપારીથી લઈને મોટા કોર્પોરેટ્સ ઉદ્યોગોને મળશે.